નવરાત્રી નજીક આવતાં માતાજીના સ્થાપના માટેની ગરબીઓ તૈયાર . - At This Time

નવરાત્રી નજીક આવતાં માતાજીના સ્થાપના માટેની ગરબીઓ તૈયાર .


વર્ષોથી પોતાના બાપદાદાનો વ્યવસાય કરતા પ્રજાપતિ પરિવાર નવરાત્રી નજીક આવતા જ પોતાના ચાકડા ઉપર નવા ગરબા માટેના કુંભ તૈયાર કરીને એની પર અલગ અલગ કલરથી સુશોભિત કરીને કરજણ બજારમાં માતાજીની સ્થાપના માટેના ગરબીનું વેચાણ કરવા માટે બેસે છે . નવા બજાર જલારામ ચોકડી ખાતે આવેલ પ્રજાપતિ પરિવાર દ્વારા ઘણા વર્ષોથી બાપદાદાનો વ્યવસાય કરે છે . અને વર્ષોથી ઘડા અને તેમાટલા બનાવવાનું વ્યવસાય સાથે સંકળાયેલા છે . જ્યાં દર વર્ષે નવરાત્રી નજીક આવતા જ રનવરાત્રી માટેના વિવિધ કલરના ગરબાઓ બનાવીને એમાં કાણા પાડીને કલર પૂરીને સુશોભિત કરવામાં આવે છે . સાથે સાથે દિવાળી માટે દીવડા કરવા માટે કોળિયાં પણ બનાવે છે . અને ગરબાઓ તૈયાર થયા પછી કરજણ બજારમાં લારીમાં લઈને વેચવામાં આવતા હોય છે . આમ આજના આધુનિક જમાનામાં પણ પોતાના વ્યવસાય સાથે સંકળાયેલા પ્રજાપતિ પરિવાર પોતે હાથે જ ગરબા બનાવી કલર કામ કરીને માતાજીની સ્થાપના માટે ગરબી બનાવે છે .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon