ઘરેથી નીકળી ગયેલ માનસિક રીતે બિમાર બહેનનું પરિવાર સાથે મિલન કરાવતી બોટાદ 181 અભયમ ટીમ
*ઘરેથી નીકળી ગયેલ માનસિક રીતે બિમાર બહેનનું પરિવાર સાથે મિલન કરાવતી બોટાદ 181 અભયમ ટીમ*
તા:-19-10-2022 ના રોજ રાત્રી ના સમય દરમિયાન એક નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પલાઇન માં કોલ કરી જણાવેલ બોટાદ સી.ટી ના ટાવર રોડ સામે થોડા સમયથી અજાણ્યો બેન મળી આવેલ છે. તકલીફમાં દેખાય છે અને કાંઈ બોલતા નથી તેમની મદદ માટે 181વાન ની જરૂર છે. જેને પગલે કાઉન્સેલર પટેલ ખુશ્બુબેન મહિલા કોન્સ્ટેબલ નિમાવત પુનમબેન તેમજ પાયલોટ ચુડાસમા નિલેશભાઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.બહેનને ત્યાંના લોકોએ સુરક્ષિત જગ્યાએ બેસાડેલ હતા.તેઓએ વાતચીતના ઘણા પ્રયત્નો કરેલ પરંતુ બહેન બોલતા ન હતા.181 ટીમ દ્વારા બહેન સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો બહેને તેના ઘરનું સરનામું બોટાદ સી.ટી ના પાળીયાદ રોડ વિસ્તારમાં જણાવેલ ત્યારબાદ 181 ટીમ દ્વારા પાળીયાદ રોડ બાજુના વિસ્તારના લોકો સાથે ટેલીફોનિક વાતચીત કરેલ તો જાણવા મળેલ કે બહેનનું પરિવાર ત્યાં જ રહે છે.181 ટીમ બહેનને તેમના પરિવારમાં લઈ ગઈ ત્યારબાદ બહેનના માતા-પિતા સાથે વાતચીત કરતા જણાવેલ કે સવારના ઘરેથી નીકળી ગયેલ છે તેમને માનસિક અસ્વસ્થ હોવાથી ઘરેથી અવાર-નવાર નીકળી જાય છે.બહેનની સારવાર પણ ચાલુ હોવાનું જણાવ્યું હતું. પરંતુ દવા પિતા નથી અને ઘરમાં ગેરવર્તન કરી સામાન તોડ-ફોડ કરતા હોય છે.181ની ટીમે બહેનનું ધ્યાન રાખવા તેમના માતા-પિતા અને ભાઈ-ભાભી ને સમજણ આપી અને રોજ ટાઈમ પર દવા આપવાનું જણાવેલ અને બહેનને સહી સલામત પરિવાર સાથે મિલન કરાવનાર 181 અભયમ ટીમ નો આભાર વ્યક્ત કરી કામગીરીને બિરદાવી હતી
Report, Nikunj Chauhan Botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.