ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા નું મેંદરડા તાલુકાને દિવાળીની ભેટ પીજીવીસીએલ કચેરી નું વિભાજન કરવા બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ 45 દિવસમાં કામગીરી કરી ખેડૂતો સહિતનાઓનો પ્રાંણ પ્રશ્ન હલ થયો - At This Time

ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા નું મેંદરડા તાલુકાને દિવાળીની ભેટ પીજીવીસીએલ કચેરી નું વિભાજન કરવા બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત બાદ 45 દિવસમાં કામગીરી કરી ખેડૂતો સહિતનાઓનો પ્રાંણ પ્રશ્ન હલ થયો


મેંદરડા પીજીવીસીએલ કચેરી નુ વિભાજન ની લીલી ઝંડી ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા ની ધારદાર રજૂઆત રંગ લાવી
છેલ્લા ૧૫વર્ષે જૂના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવતા ખેડૂતો સહિત લોકોને ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા ની લોકોને દિવાળીની ભેટ
મેંદરડા તાલુકા નો પીજીવીસીએલનો પ્રાણ પ્રશ્ન વર્ષોથી ખોરંભે ચડેલ હતો અનેક રજૂઆતો કરવામાં આવતી હતી પરંતુ પીજીવીસીએલ નું વિભાજન થયેલ ન હતું ત્યારે માણાવદર મેંદરડા ના ધારાસભ્ય દ્વારા સરકાર શ્રી માં અને ઉચ્ચ કક્ષાએ ધારદાર રજૂઆતો કરવામાં આવતા માત્ર ૪૫ દિવસમાં જ સરકાર માંથી મંજૂરી લઈ આવી મેંદરડા તાલુકાને દિવાળીની પેટ આપવામાં આવેલ છે
આ બાબતે મેદરડા તાલુકાના ખેડુતો સહીત જાહેર જનતાએ ધારાસભ્યશ્રીને ખોબલે ખોબલે વધાવ્યા છે અને આંબેડકર ચોક ખાતે ખેડૂતો વેપારીઓ મેંદરડા તાલુકા ભાજપ પરિવાર સહિતનાઓ દ્વારા જવાહરભાઈ ચાવડા સાથે ફટાકડાઓ ફોડવામાં આવેલા હતા અને વધામણી આપવામાં આવેલી હતી,જેમા મેંદરડા તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા, મહામંત્રી રજનીશભાઈ સોલંકી પત્રકાર કમલેશભાઈ મહેતા, અશ્વિનભાઈ મહેતા, જિલ્લા પંચાયત સદસ્ય હરેશભાઈ ઠુંમરનાં પ્રતિનિધિ મહેશબાપુ, પૂર્વ સરપંચ દિનેશભાઈ વેકરીયા, ધારાસભ્ય ના પ્રતિનિધિ કિરણભાઈ ડાંગર,અરવિંદભાઈ હુંબલ, જમનભાઈ શિંગાળા, દિલીપભાઈ સોંદરવા ખેડુતો આગેવાનો તાલુકા ભારતીય જનતા પાર્ટી પરિવાર સહિત લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવેલ હતી આ તકે પીજીવીસીએલ નાયબ ઇજનેર સી.બી ચરવડા દ્વારા ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા,ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા,કિરણભાઈ ડાંગર રજની સોલંકી ,પત્રકાર કમલેશ મહેતા, સહિતનાઓનું પીજીવીસીએલ ખાતે ખાસ સન્માન કરવામાં આવેલ હતું, નાયબ ઇજનેર ચરવડાએ જણાવ્યું હતું કે ખેડૂતો સહિતનાઓના જે પેન્ડિંગ પ્રશ્નો છે તેનું જલ્દીથી નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon