તા.૨૨મી જાન્યુઆરીએ રોજગાર ભરતી મેળો યોજાશે - At This Time

તા.૨૨મી જાન્યુઆરીએ રોજગાર ભરતી મેળો યોજાશે


તા.૨૨મી જાન્યુઆરીએ રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી ખાતે તા.૨૨ જાન્યુઆરી, ૨૦૨૫ને બુધવારના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ કેમ્પસ) લાઠી રોડ, અમરેલી ખાતે અનુબંધમ વેબપોર્ટલના ડિજિટલ માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં ભાગ લેવા ઉમેદવારોએ અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી રજિસ્ટ્રેશન કરાવવું.

જિલ્લાના રોજગારવાંચ્છુઓ માટે એક્સિસ બેંક અમરેલી દ્વારા સેલ્સ ઓફિસર અને સેલ્સ પ્રોફાઇલની જગ્યા માટે ૨૨ થી ૩૦ વર્ષની વયમર્યાદા તેમજ સ્નાતકની શૈક્ષણિક લાયકાત અને સીનોવા ગિયર્સ & ટ્રાન્સમિશન પ્રા.લી. રાજકોટ દ્વારા મશીન ઓપરેટરની જગ્યા માટે ૧૮ થી ૪૦ વર્ષની વયમર્યાદા તેમજ ધો.૧૦ ધો.૧૨ પાસ, આઇ.ટી.આઈ.ની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ભાગ લઇ શકશે.

આ ભરતીમેળામાં ભાગ લેવા આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ વેબપોર્ટલ પર જોબસીકર તરીકે રજિસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી કરવાની રહેશે, તેમ અમરેલી જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.


9537666006
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image