વડોદરા થી લંડન યુવતીએ સાયકલ દ્વારા સફર કરી.
નિશા એ 210 દિવસ નો સાયકલ દ્વારા અનોખો સફર પૂરો કર્યો
વડોદરાની નિશા કુમારીના અનોખા સફરની કહાની સામે આવી છે. વડોદરાથી લંડન સુધી સાઇકલ પર આ યુવતી સવારી કરી હતી. આ 210 દિવસનો સફર પૂર્ણ કરી નિશા અમદાવાદ પહોંચી હતીઆ સફર ઘણી મુશ્કેલી આવી હતી. 15 હજાર કિમીના આ સફરમાં નિશાના કોચ તેનો સાથ આપ્યો હતો. કુદરત બદલાય એ પેહલા આપડે બદલાવવુ પડશે તેવા મેસેજ સાથે નિશા કુમારીની સાયકલ યાત્રા પર નીકળી હતી.ગુજરાતની નિશા કુમારી, એક કુશળ પર્વતારોહક જેમણે ગયા વર્ષે માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કર્યું હતું.28 વર્ષીય યુવતીએ તેની 210 દિવસની યાત્રા શરૂ કરી હતી જે 16 દેશોને આવરી લેવાયા છે. નિશા કુમારી તેના સાયકલિંગ અભિયાન દરમિયાન તમામ 200 શહેરોમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. નિશા કુમારી નેપાળ જતા પહેલા રાજસ્થાન અને અમદાવાદ થઈને દિલ્હી પહોંચ્યા હતા..અમદાવાદમાં આજે વડોદરાના સાંસદ જોશી તેને આવકારવા પહોચ્યા હતા.જ્યાં તેમણે ગિનીસ રેકોર્ડ માટે સરકાર સાથે વાત કરવાની ખાતરી આપી હતી.
રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
