અણીયાળી ગામમાં ૫૦ ગેરકાયદેસર દબાણો તોડી પડાયાઃ 26 મી જાન્યુઆરી કાર્યક્રમ પહેલા રસ્તા પરથી દબાણો દૂર કરાયા, ૫૮ લાખના રોડ પ્રોજેક્ટરનો માર્ગ મોકળો - At This Time

અણીયાળી ગામમાં ૫૦ ગેરકાયદેસર દબાણો તોડી પડાયાઃ 26 મી જાન્યુઆરી કાર્યક્રમ પહેલા રસ્તા પરથી દબાણો દૂર કરાયા, ૫૮ લાખના રોડ પ્રોજેક્ટરનો માર્ગ મોકળો


રાણપુર તાલુકાના અણીયાળી કસ્બા ગામના આજે તંત્ર દ્વારા મોટા પાયે દબાણ હટાવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી, ગામમાં ૫૮ લાખના ખર્ચ
મંજુર થયેલા રોડ પ્રોજેક્ટર ના આવતા ૫૦જેટલા ગેરકાયદે દબાણો પર ફુલ ડોજર ફેરવી દેવામાં આવ્યું હતું, રાણપુર મામલતદાર કેડી ગોહિલના નેતૃત્વ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી, આગામી 26મી જાન્યુઆરીએ અણીયાળી ગામમાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવાનો હોવાથી રસ્તા પરના દબાણો દૂર કરવાની કામગીરી અત્યંત આવશ્ય બની હતી, ઉલ્લેખ્ય છે કે તંત્ર દ્વારા અગાઉ દબાણ કરતા ઓ ને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમના દ્વારા સ્વૈચ્છિક રીતે દબાણો દૂર નહિ કરાતા આખરે તંત્ર એ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો, ગામના મુખ્ય માર્ગો પરથી દબાણો દૂર થતા હવે રોડ પ્રોજેક્ટનું કામ સરળતાથી આગળ વધી શકે અને નાગરિકોને અવરજવર સરળતાથી રહેશે.


9724365353
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image