કોડીનાર તાલુકાના પેઢાવાડા હાઈ-વે પર નવા પુલની કામગીરી 5 દિવસમાં પુર્ણ કરાશે - At This Time

કોડીનાર તાલુકાના પેઢાવાડા હાઈ-વે પર નવા પુલની કામગીરી 5 દિવસમાં પુર્ણ કરાશે


કોડીનાર તાલુકાના પેઢાવાડા હાઇ-વે પર નવા પુલના નિર્માણને લય પુરજોશમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આ અંગેની મળતી વિગત મુજબ કોડીનાર વેરાવળ નેશનલ હાઇવે ઉપર કામગીરી ચાલતી રહી હતી અને પેઢાવાળા સાંગાવાડી નદી પર જુનો પુલ તોડી નવો નિર્માણ કરવાની કામગીરી ધમધમી રહી છે ત્યારે જ વરસાદ વરસતા નદીમાં પૂર આવ્યું હતું

અને તંત્રની બેદરકારી સામે આવી હતી હાલ નેશનલ હાઇવે દ્વારા પુલની કામગીરીનું ઝડપી નિર્માણ કરવામાં આવી રહ્યું છે જો વરસાદ નહીં બને તો પાંચ દિવસમાં જ પુલ તૈયાર થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158
7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.