ઘરફોડ ચોરીના અલગ-અલગ કુલ-૦૩ ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપીઓને ઝડપી પાડતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ - At This Time

ઘરફોડ ચોરીના અલગ-અલગ કુલ-૦૩ ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપીઓને ઝડપી પાડતી ભાવનગર, પેરોલ ફર્લો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફના અધિકારી/માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવ્રૃતિ નેસ્તનાબુત કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપેલ.

તા.૧૦/૧૨/૨૦૨૪ ના રોજ ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને ને બાતમીરાહે હકિકત મળેલ કે, “ ભાવનગર શહેર, બોરતળાવ પોલીસ સ્ટેશનમાં તેમજ બનાસકાંઠા જીલ્લાના પાલનપુર સીટી પોલીસ સ્ટેશનમાં આમ અલગ-અલગ દાખલ થયેલ કુલ ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપીઓ ગુમાનભાઇ અજમલભાઇ પરમાર તથા તેના પત્ની હીરૂબેન ઉર્ફે હીરકી ગુમાનભાઇ પરમાર રહે.બંન્ને ગુંદાળા વસાહત, તા.શિહોર, જી.ભાવનગર વાળાઓ ભાવનગર શહેરમાં ચિત્રા, રામદેવનગરના નાકા પાસે જાહેર રોડ ઉપર ઉભેલ હોવાની બાતમી મળેલ.” જે બાતમી આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપીઓ હાજર મળી આવેલ. જેથી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. અને આ અંગે બનાસકાંઠા, પાલનપુર સીટી પોલીસ સ્ટેશનમાં જાણ કરવાં તજવીજ કરેલ છે.

*નાસતા-ફરતાં આરોપીઓ:* -
1. ગુમાનભાઈ અજમલભાઈ પરમાર ઉવ.૪૫ ધંધો.મજુરી રહે.ગુંદાળા વસાહત તા.શિહોર જી.ભાવનગર
2. હીરૂબેન ઉર્ફે હીરકી વા./ઓ. ગુમાનભાઈ અજમલભાઈ પરમાર ઉવ.૪૩ ધંધો.ઘરકામ/મજુરી રહે.ગુંદાળા વસાહત તા.શિહોર જી.ભાવનગર

*આરોપીઓને પકડવાના બાકી ગુન્હોઓ:* -
1. ભાવનગર શહેર, બોરતળાવ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૪૦૩૪૯/૨૦૨૪ I.P.C. કલમ.-૪૫૪, ૪૫૭,૩૮૦,૧૧૪, મુજબ.
2. ભાવનગર શહેર, બોરતળાવ પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૫૨૪૦૭૭૯/૨૦૨૪ I.P.C. કલમ.-૪૫૪, ૪૫૭, ૩૮૦,૧૧૪, મુજબ.
3. બનાસકાંઠા, પાલનપુર સીટી પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં.૦૨૫૪/૨૦૨૪ I.P.C. કલમ.-૪૫૪,૪૫૭,૩૮૦,૧૧૪, મુજબ.

*કામગીરી કરનાર:* -
પોલીસ ઇન્સ.શ્રી એ.આર.વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, સ્ટાફના દીપસંગભાઇ ભંડારી, હરેશભાઇ ઉલ્વા, હીરેનભાઇ સોલંકી, નીતીનભાઇ ખટાણા, પ્રજ્ઞેશભાઇ પંડયા, મહેશભાઇ કુવાડીયા, નિલમબેન મકવાણા વગેરે સ્ટાફ જોડાયો હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.