અંજાર શહેર મધ્યે વરસામેડી ફાટક પાસે જે અન્ડર બ્રીજ બનાવવાનું કામ ચાલ કરેલ છે તે પ્રજાજનોને અવર જવર માટે ડાયવર્ઝન (વૈકલ્પિક રસ્તા) ની વ્યવસ્થા તાત્કાલિક કરાવવા બાબત ધરણા પ્રદર્શન - At This Time

અંજાર શહેર મધ્યે વરસામેડી ફાટક પાસે જે અન્ડર બ્રીજ બનાવવાનું કામ ચાલ કરેલ છે તે પ્રજાજનોને અવર જવર માટે ડાયવર્ઝન (વૈકલ્પિક રસ્તા) ની વ્યવસ્થા તાત્કાલિક કરાવવા બાબત ધરણા પ્રદર્શન


અંજાર શહેર મધ્યે વરસામેડી ફાટક પાસે જે અન્ડર બ્રીજ બનાવવાનું કામ ચાલ કરેલ છે તે પ્રજાજનોને અવર જવર માટે ડાયવર્ઝન (વૈકલ્પિક રસ્તા) ની વ્યવસ્થા તાત્કાલિક કરાવવા બાબત ધરણા પ્રદર્શન

અંજાર શહેર મધ્યે વરસામેડી ફાટક પાસે જે અન્ડર બ્રીજ બનાવવાનું કામ ચાલી રહયું છે તેનાં કારણે આજુ બાજુ રહેતા અનેક વિસ્તારોનાં નાગરિકોને રસ્તો બંધ હોવાને કારણે અનેક પ્રકારની હાલાકી ભોગવવી પડે છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, વેપારીઓ, કંપનીનાં વર્કરો, આજુબાજુની સોસાયટીનાં રહીશોને નાછુટકે ટ્રેનનાં પાટાઓ ક્રોસ કરીને પગપાળા અવર જવર કરવાની ફરજ પડેલ છે, જેનાં કારણે મોટો અકસ્માત થવાની શકયતા રહેલી છે, જેની જવાબદારી કોની રહેશે?

તદ્દઉપરાંત આ રસ્તો બંધ થવાનાં કારણે સતાપર ફાટક ઉપર ખૂબ જ ટ્રાફીક વધી ગયેલ છે, દિવસ દરમ્યાન ટ્રેન પસાર થવાથી ફાટક બંધ થવાનાં કારણે ૫ થી ૬ કલાક સુધી દરરોજ ટ્રાફીક જામ થાય છે. જેનાથી અંજાર શહેરનાં રહેવાસીઓ તથા અંજાર તાલુકાનાં આજુબાજુનાં અંદાજે ૪૦ ગામડાનાં લોકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહેલ છે.

આમ ઉપરોકત ગંભીર પ્રશ્ન બાબતે કોંગ્રેસ પક્ષ દ્વારા જનતાને સાથે રાખી મામલતદાર કચેરી, અંજાર સામે આજરોજ તા. ૦૭/૧૦/૨૦૨૪, સોમવારનાં રોજ ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં મોટી સંખ્યામાં અંજાર કોંગ્રેસ આગેવાનો, કાર્યકરો તેમજ અંજારની જનતા જોડાયેલ છે. જેમાં કોંગ્રેસ પક્ષનાં આગેવાનોમાં વી. કે. હુંબલ, દિલીપસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ વાઘેલા, અરજણભાઈ ખાટરીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, માદેવાભાઈ ડાંગર, શંભુભાઈ ડાંગર, રમેશભાઈ માતા, ભરતભાઈ હેઠવાડીયા, જયદીપભાઈ સોની, ગજરાજસિંહ રાણા, સલીમભાઈ રાયમા, કાંતિભાઈ આદિવાલ સહિત આ ધરણા પ્રદર્શનમાં જોડાયેલ છે.

આ બાબતે તાત્કાલિક વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અંજાર શહેર તથા તાલુકાની જનતાને સાથે રાખીને કોંગ્રેસ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન, રેલ રોકો આંદોલન, જેલ ભરો આંદોલન કરવાની ફરજ પડશે, જેની તમામ જવાબદારી તંત્રની રહેશે, તેવું કચ્છ જીલ્લા કોંગ્રેસ મંત્રી શ્રી દિનેશભાઈ એસ. માતા ની યાદીમાં જણાવવામાં આવેલ છે.

રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.