કામદારો/કર્મચારીઓને મતદાન માટે રજા આપવા સુચના - At This Time

કામદારો/કર્મચારીઓને મતદાન માટે રજા આપવા સુચના


આથી બોટાદ નગરપાલિકા વિસ્તારમાં દરેક પ્રકારનો વ્હેપાર ધંધો કરતા વ્હેપારીઓને ખાસ સુચના ગુજરાત રાજ્યના શ્રમ આયુક્તશ્રીના પરિપત્ર મુજબ જણાવવાનું કે, ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨, ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા તા.૦૧/૧૨/૨૦૨૨, ગુરૂવારના રોજ યોજનાર છે. ત્યારે બોટાદ નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લીશમેન્ટસ (રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કંડીશન્સ ઓફ સર્વિસ) એક્ટ-૨૦૧૯ હેઠળ નોંધાયેલ સંસ્થાઓના કામદારો/કર્મચારીઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ખાસ રજા મંજુર કરવાની રહશે. કર્મચારીના પગારમાંથી કોઈ કપાત કરવાની રહશે નહિ. આ જોગવાઈ અનુસાર રોજમદાર/કેજ્યુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હકદાર રહેશે. જે કોઈ માલિક જોગવાઈ વિરૂધ્ધનું વર્તન કરશે તો લોક્પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ-૧૩૫-બી મુજબ દંડ અને શિક્ષાને પાત્ર રહશે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.