11 નવેમ્બરઃ રાષ્ટ્રીય શિક્ષણ દિવસ
ભારત દર વર્ષે ૧૧ નવેમ્બરના રોજ 'રાષ્ટ્રીય શિક્ષણ દિવસ'ની ઉજવણી ભારતનાં પ્રથમ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન મૌલાના અબુલ કલામ આઝાદની જન્મજયંતિની ઉજવણી માટે કરે છે. મૌલાના આઝાદનો જન્મ ૧૧ નવેમ્બર, ૧૮૮૮નાં રોજ થયો હતો. તે મુસ્લિમ વિદ્વાન મોહમ્મદ ખૈરુદ્દીન તરીકે ઓળખાતાં હતાં. આઝાદી પછી ૧૯૫૨માં મૌલાના આઝાદ ઉત્તર પ્રદેશનાં રામપુર જિલ્લામાંથી સાંસદ તરીકે ચૂંટાયા અને ભારતનાં પ્રથમ શિક્ષણ પ્રધાન બન્યા. આઈઆઈટી ખડગપુરની પ્રથમ ભારતીય ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીની સ્થાપના મૌલાના અબુલ કલામ આઝાદે કરી હતી. સ્વતંત્ર ભારતનાં શિક્ષણ પ્રધાન સ્ટીને મૌલાના આઝાદે રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલીની રચના કરી. નિથશુલ્ક પ્રાથમિક શિક્ષણ એ પ્રાથમિક ઉદ્દેશ હતો. મૌલાના આઝાદે એકવાર કહ્યું હતું કે શાળાઓ પ્રયોગશાળાઓ છે, જે દેશના ભાવિ નાગરિકોનું ઉત્પાદન કરે છે. સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન (સીએબીઇ) ની પ્રથમ બેઠકને સંબોધિત કરતા મૌલાના આઝાદે કહ્યું હતું કે, કોઇપણ સિસ્ટમનો પ્રાથમિક ઉદ્દેશ સંતુલિત મન બનાવવાનો છે કે જેને ગેરમાર્ગે દોરી ન શકાય. આઈઆઈટી ખડ્ગપુર, યુનિવસટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) ઉપરાંત, મૌલાના અબુલ કલામ આઝાદ દ્વારા ઓલ ઈન્ડિયા ટેક્નિકલ એજ્યુકેશનની સ્થાપના પણ કરવામાં આવી હતી. ભારતીય સાંસ્કૃતિક સંબંધો (આઇસીસીઆર), સાહિત્ય અકાદમી, લાલિત કલા અકાદમી, સંગીત નાટક અકાદમી અને કાઉન્સિલની સ્થાપનાનો શ્રેય પણ મૌલાના અબુલ કલામ આઝાદને જાય છે. શિક્ષણ, રાષ્ટ્ર નિર્માણ અને સંસ્થા નિર્માણનાં ક્ષેત્રમાં મૌલાના અબુલ કલામ આઝાદનું પ્રદાન અનુકરણીય છે. તેઓ ભારતમાં શિક્ષણનાં મુખ્ય આકટેક્ટ છે. તેઓ ૧૯૪૭ થી ૧૯૫૮ દરમિયાન સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ પ્રધાન હતા. ૧૯૯૨ માં તેમને ભારતનાં સર્વોચ્ચ નાગરિક સન્માન મરણોત્તર ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.
માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ જાહેરાત કરી હતી કે, "મંત્રાલયે ભારતમાં શિક્ષણના હેતુમાં તેમના (મૌલાના અબુલ કલામ આઝાદના) યોગદાનને યાદ કરીને ભારતના આ મહાન પુત્રના જન્મદિવસની યાદમાં ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે. ૨૦૦૮થી દર વર્ષે ૧૧ નવેમ્બરને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવશે,
શિક્ષણનું મહત્વ
કોઈ પણ દેશ માટે શિક્ષણ એ ખુબ જરૂરી બાબત છે. સમાજનું ઘડતર કરનાર અને સમાજને સુરક્ષિત રાખવામાં મોટામાં મોટો ફાળો હોય તો એક શિક્ષકનો છે. આજનો દરેક વિદ્યાર્થી ભવિષ્યનો નાગરિક છે. તે સમગ્ર દેશનો આધાર સ્તંભ છે. તે ઈમારતનો એક પાયો છે. એ પાયાને મજબૂત કરવાનું કામ શિક્ષક કરે છે. તેઓ ઈમારતનું પાકું ચણતર કરી તેને કદી ડગવા દેતા નથી.
લેખન
આ.સી પ્રો. ડૉ સચિન પીઠડીયા
રિપોર્ટર
સુદીપ ગઢિયા
9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.