વિજ્ઞાન દ્વારા થતા લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુથી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી.
આજે ૨૮ ફેબ્રુઆરી: રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ.
વિજ્ઞાન દ્વારા થતા લાભો પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુથી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી.
૨૮મી ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ડૉ. ચંદ્રશેખર વેંકટરામને (સર સી.વી. રામન) ‘રામન ઈફેકટ’ની શોધ પૂર્ણ કરી હતી.
મહાન ભારતીય વૈજ્ઞાનિક સી. વી. રામનની શોધની પાછળ છે ખૂબ જ રોચક પ્રસંગ
દેશમાં વિજ્ઞાન પ્રતિ સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી પરિષદ (નેશનલ સાયન્સ અને ટેકનોલોજી કાઉન્સિલ) અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય (મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી), ભારત સરકારના ઉપક્રમે દર વર્ષે ૨૮ ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે. ૨૮મી ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ડૉ. ચંદ્રશેખર વેંકટરામને (સર સી.વી. રામન) ‘રામન ઈફેકટ’ની શોધ પૂર્ણ કરી હતી. તેમની યાદમાં જ આ દિન ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઊજવાય છે. આ અમૂલ્ય શોધ બદલ ૧૯૩૦માં તેમને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહાન ભારતીય વૈજ્ઞાનિક સી. વી. રામનની આ શોધની પાછળ ખૂબ જ રોચક પ્રસંગ છે. રામનના સમયમાં દુનિયાભરના લોકો અને વૈજ્ઞાનિકો વાદળી આકાશમાંથી પરાવર્તિત પ્રકાશના કારણે દરિયો બ્લુ દેખાતો હોવાનું માનતા હતા. સી. વી. રામને ભૂમધ્ય સાગરને જોઈ દરિયાના પાણીનો રંગ બ્લુ હોવાનું સાચું કારણ શોધી આપ્યું. રામને સમજાવ્યું કે, દરિયાનું પાણી બ્લુ દેખાવા પાછળ આકાશ નહીં પરંતુ દરિયાનું પાણી પોતે જ જવાબદાર છે.
‘’પ્રકાશ જ્યારે કોઈ પારદર્શક પદાર્થમાંથી આરપાર નીકળે અથવા અપારદર્શક પદાર્થ થકી પરાવર્તન (રીફલેકશન) પામે ત્યારે પ્રકાશપૂંજના અમુક કિરણો તેના મૂળ માર્ગ અને દિશાથી અમુક અંશે ફંટાય છે, જેને પ્રકાશનું વિસ્તરણ (સ્કેટરીંગ) કહે છે. ફંટાયેલા આ પ્રકાશ કિરણોની તરંગલંબાઈ અને આવૃત્તિ બદલાય છે જે તે પદાર્થ પર આધાર રાખે છે. બીજા શબ્દોમાં કહીએ તો ફંટાયેલા પ્રકાશનો વર્ણપટ(સ્પેક્ટ્રમ) મેળવી જે તે પદાર્થના ગુણધર્મો વિશે જાણી શકાય છે.’’ આ વાત સી. વી. રામને ૭ વર્ષ લાંબા સંશોધનકાર્ય બાદ સિદ્ધ કરી બતાવી હતી. પદાર્થ દ્વારા પરાવર્તિત કે વિખેરાયેલા પ્રકાશના અભ્યાસને “સ્પેક્ટ્રોસ્કોપી” કહેવામાં આવે છે.
વિજ્ઞાનની કોઈ એવી પેટાશાખા નથી જ્યાં ‘રામન ઈફેક્ટ’નો ઉપયોગ ન હોય. ઉર્જા, કોસ્મેટીક્સ, ફાર્મા, ફોરેન્સિક, નેનો ટેકનોલોજી, બાયોલોજી, જીઓલોજી અને સેમિકંડક્ટર જેવા અનેક ક્ષેત્રોમા ‘રામન ઇફેક્ટ’ ખૂબ જ ઉપયોગી છે. આજે વિજ્ઞાનની મદદથી આપણાં દેશમાં અનેક અવનવી શોધ થઈ છે, જેનાથી આપણું જીવનને વધુ સરળ બન્યું છે. આ૫ણાં રોજબરોજના ઉ૫યોગમાં લેવાતી અનેક ટેકનોલોજી કે વસ્તુઓ આ વિજ્ઞાનને જ આભારી છે. એટલું જ નહીં, તેના દ્વારા આ૫ણે અશક્ય વસ્તુઓને શક્ય બનાવવામાં પણ સફળ રહ્યા છીએ.
રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ
મોં.78780 39494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.