મેંદરડા પોલીસ દ્વારા અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ થનાર ધાર્મિક કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એ માટે પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ
મેંદરડા ખાતે પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ.હડીયા અને સ્ટાફ દ્વારા શહેરના પાંચ કી.મી.ની ફ્લેગ માર્ચ યોજાઇ
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને થનાર ધાર્મિક કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય એ માટે પોલીસની ફ્લેગ માર્ચ યોજાઈ હતી.
મેંદરડા શહેર તેમજ આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારોમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને યોજાનાર ધાર્મિક કાર્યક્રમો ને લઈને મહત્વના વિસ્તારોમાં પોલીસનો અત્યારથી બંદોબસ્ત જોવા મળી રહ્યો છે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસની ફ્લેગ માર્ચ શહેર નગરમાં પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર યોગેશ હડીયા ની આગેવાનીમાં પોલીસ સ્ટેશન થી નીકળી પાદર ચોક આંબેડકર ચોક ખાતે થી શરુઆત કરી નગર ના વિવિધ વિસ્તારો માં ફરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર યોગેશ હડીયા દ્વારા નિરીક્ષણ કરવામાં આવેલ સાથે રામ મંદિર સહિત અન્ય સ્થળો પર થનાર ધાર્મિક કાર્યક્રમો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી.
રિપોર્ટર-કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.