મહીસાગર જિલ્લામાં ‘વિશ્વ વન દિવસ’ની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ સાયકલ રેલી યોજાઇ
પર્યાવરણ અને માનવજીવન માટે વનોનું મહત્વ પ્રતિબિંબિત કરવા દર વર્ષે ગુજરાત સહિત વિશ્વભરમાં તા ૨૧ માર્ચને 'આંતરરાષ્ટ્રીય વન દિવસ' મનાવવામાં આવે છે. આ વર્ષની આંતરરાષ્ટ્રીય વન દિવસની થીમ “વનો અને ખોરાક" ને અનુરૂપ ગુજરાત વન વિભાગ દ્વારા રાજ્યભરમાં અનેકવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે મહીસાગર વન વિભાગ દ્વારા નાયબ વન સંરક્ષકશ્રી નેવિલ ચૌધરીના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં વન વિભાગ વિશ્રામગૃહ થી જિલ્લા સેવા સદન સુધી વનોના મહત્વથી લોકોને અવગત કરાવવા માટે બેનર પોસ્ટર સાથે જનજાગૃતિ સાયકલ રેલી યોજાઇ હતી જેમાં લુણાવાડા નગરના જાણીતા તબીબો ડો. આર બી પટેલ, ડો નરેન્દ્ર ગોસ્વામી, એસીએફ શ્રી અજયસિંહ રાઠોડ સહિત એનજીઓ અને વન વિભાગ કર્મચારીઓ જોડાયા હતા.
આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી નેવિલ ચૌધરીએ સૌને વિશ્વ વન દિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યુ હતું કે 1971થી 'આંતરરાષ્ટ્રીય વન દિવસ'ની ઉજવણી થાય છે દરેક વર્ષે અલગ અલગ થીમ હોય છે આ વર્ષે ફોરેસ્ટ અને ફૂડ કઈ રીતે રીલેટેડ છે એ બાબતને સમજાવવા માટેની “વનો અને ખોરાક" થીમ પર વિશ્વ વન દિવસ ઉજવાઈ રહ્યો છે
જેમાં યુનાઈટેડ નેશન દ્વારા ત્રણ મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે જેને એબીસી મુદ્દા કહેવામાં આવે છે “એ” છે એ એડોપ્ટિબલિટી “બી” છે બેલેન્સ છે અને “સી” છે એ ક્લાયમેટ એક્સચેઇન્જ છે. એડોપ્ટિબલિટીમાં આપણે એવી જીવનશૈલી સ્વીકારીએ જેથી પર્યાવરણ પરનું ભારણ ઓછું થાય જે અગાઉ આપણે મિશન લાઇફ સ્ટાઇલમાં પણ વિષયે કાર્ય કરી ચૂક્યા છીએ. બીજો મુદ્દો છે બેલેન્સ ઇન ઇક્વિટેબલ શેરીંગ વન અને વન પેદાશો પર નભતા લોકોને પણ યોગ્ય પ્રમાણમાં આજીવિકાનો લાભ મળે. ત્રીજો મુદ્દો છે ક્લાયમેટ એક્સચેઇન્જ હવે એ સમય આવી ગયો છે આપણે એવી નીતિઓનું નિર્ધારણ કરીએ કે જે નીતિઓના કોરમાં ક્લાયમેટ એક્સચેઇન્જને જોવામાં આવે તો કારણકે આપણને ખબર છે આજે દરેક વસ્તુ આપણને ક્લાયમેટ ચેન્જ તરફ લઈ જઈ રહી છે. આ ત્રણ મુદ્દાઓને ધ્યાનમાં રાખી આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવાઈ રહ્યો છે જેના ભાગરૂપે મહીસાગર વન વિભાગ દ્વારા આ સાયકલ રેલીનું આયોજન કર્યું છે. મહીસાગર જિલ્લામાં વન વિભાગ દ્વારા વિવિધ એન.જી.ઓ અને સ્થાનિકો સહયોગથી, વૃક્ષારોપણ અભિયાન, વિવિધ જાગૃતિ અભિયાનો અને કાર્યશાળાઓ દ્વારા વન સંરક્ષણ અને તેના ટકાઉ ઉપયોગને પ્રોત્સાહિત કરવાનું કાર્ય થઈ રહયું છે.
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે
