“આમોદ્રા પ્રા. કન્યા શાળામાં વિદાય સમારોહ સંપન.” (જીતેન્દ્ર ઠાકર)
તાજેતરમાંશ્રી આમોદ્રા કન્યા પ્રાથમિક શાળામાં ધોરણ 8 ની વિદ્યાર્થીની ઓનો વિદાય કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સીઆરસી કોઓર્ડીનેટર શ્રી અમરભાઈ મોરી તથા પત્રકાર શ્રી જીતુભાઈ ઠાકર તેમજ આ જ શાળાના નિવૃત્ત શિક્ષક શ્રી ઝાલા રણધીરભાઈ અને આચાર્યશ્રી અશ્વિનભાઈ જાદવના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. ધોરણ 6/7 ની વિદ્યાર્થીનીઓ દ્વારા હાસ્ય ડાન્સ અને સંસ્મરણો રજૂ થયા. ધોરણ 8 ની વિદ્યાર્થીનીઓ જે રાજ્ય પરીક્ષા બોર્ડ તેમજ ખેલ મહાકુંભ અને કલા મહાકુંભમાં તાલુકા ,જિલ્લા અને રાજ્ય સુધી સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓનું ઉપસ્થિત મહેમાનો અને ગુરુજનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું. તેમજ શાળાના વિવિધ મંત્રીમંડળો નું સન્માન કરવામાં આવ્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ ' સ્ટુડન્ટસ ઓફ ધ ઈયર'એવોર્ડ માટે ધોરણ -8 ની વિદ્યાર્થીની હિરપરા નવ્યા બેન ઘનશ્યામભાઈ ની પસંદગી થઈ .તેમને આચાર્યશ્રી અશ્વિનભાઈ જાદવના હસ્તે ઇનામઆપી સન્માનિત કરવામાં આવી. શાળાની વિશિષ્ટ પ્રવૃત્તિને હર હંમેશા મીડિયાદ્વારા પ્રોત્સાહિત કરીપ્રસિધ્ધિ અપાવનાર પત્રકાર શ્રી જીતુભાઈ ઠાકરનું સીઆરસી કોઓર્ડીનેટર શ્રી અમરભાઈ મોરી તથા શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા સાલ અને પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું. ધોરણ- 8 ની વિદ્યાર્થીનીઓ દ્વારા ડાન્સ અને પોતાના સંસ્મરણો રજૂ થયા. શાળાની વિશિષ્ટ સિદ્ધિઓ શાળાના શિક્ષિકા શ્રી સોલંકી ભાવનાબેન દ્વારા તેમના વક્તવ્યમાં રજૂ કરવામાં આવી.શ્રી યોગેશભાઈ નારણભાઈ સોલંકીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સોલંકી શૈલેષભાઈ નારણભાઈ દ્વારા બંને શાળાના વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરવામાં આવ્યું. તેમાં સમગ્ર મધ્યાહન સ્ટાફ અને શાળા સ્ટાફ ના સહકારથી ખૂબ સફળ રીતે તિથિ ભોજન પૂર્ણ થયું.
સમગ્ર કાર્યક્રમ નું કાવ્યમય શૈલીમાં સંચાલન શિક્ષક હેમંતભાઈ પરમારે કરેલ.
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે
