મહુવાના નેસવડ ગામની આગળ ડુંડાસ ચોકડી પાસે અભિષેક પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ પુરાવાની બાબતે માથાકૂટ થતા ૩ ઇસમો વિરુદ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ
( હર્ષદ ચૌહાણ દ્વારા)
રાજુલા તાલુકાના ચાંચ બંદરમાં મૂળ રહેવાસી અને હાલ રહીશ રમેશ ભાઈ જોળીયા માળિયા વાળાની વાડીએ રહેતા ભરતભાઈ પરબતભાઈ ગુજરીયા એ તારીખ ૧૧/૧૨/૨૦૨૪ ના રોજ બુધવારે મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ કે "હું નેસવડ ગામની આગળ ડુંડાસ ચોકડી પાસે અભિષેક પેટ્રોલ પંપ પાસે મારા શેઠની એક્સિસ મોટરસાયકલ માં પેટ્રોલ પુરાવવા માટે ગયેલ ત્યારે પેટ્રોલ પુરનાર માણસે મારી ગાડીમાં પેટ્રોલ પુરેલ પરંતુ મારી ગાડીની ટાંકીમાં જોતા પેટ્રોલ આવેલ ન હોય જે જણાવતા આ બાબતે વાત કરતા ત્યાં બાજુમાં બેસેલ માણસે મને બોલાવીને મારી સાથે માથાકૂટ કરેલ ત્યારબાદ બીજા બે માણસો આવી ત્રણેય માણસોએ મને લોખંડના પાઇપ વડે તેમજ ટીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી."
આ તકે ફરિયાદી ભરતભાઈ પરબતભાઈ ગુજરીયા એ મહુવા પોલીસ સ્ટેશનમાં નવલભાઇ મગનભાઈ બારૈયા તેમજ હરેશભાઈ મગનભાઈ બારૈયા અને કેશુભાઈ મગનભાઈ બારૈયા વિરુદ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.