મુળી તાલુકાનાં ઉમરડા ગામે ગેરકાયદેસર કોલસાની ખાણો ઉપર દરોડા - At This Time

મુળી તાલુકાનાં ઉમરડા ગામે ગેરકાયદેસર કોલસાની ખાણો ઉપર દરોડા


*સરપંચ અને ખાણ ખનીજ અધિકારીઓ એ ચાર ચરખી મશીન સહિત મુદામાલ કર્યો સિલ*

સુરેન્દ્રનગર જીલ્લા નાં મુળી તાલુકાનાં અનેક ગામોમાં કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે અને છેલ્લા એક મહિના માં ૧૧ થી વધુ શ્રમિકો ના મોત થયા છે ત્યારે તંત્ર ઘોરનિદ્રા મા હોય તેમ કોઈ કાર્યવાહી કરતા નથી ત્યારે ઉમરડા સરપંચ અને આગેવાનો એ ખનીજ માફીયાઓ ના નામજોગ ઉલ્લેખ કરી રજુઆત અનેક વખત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવા માં આવતી નહોતી ત્યારે ઉમરડા આગેવાન કનુભાઈ કરપડાએ ખાણ ખનીજ વિભાગ ને જાણ કરી દરોડા પાડવા માટે અધિકારી ને બોલાવેલ હતા ત્યારે કોલસા ની ગેરકાયદેસર ખાણો ધમધમી રહી હોય જેમાં ચાર ચરખી સીલ કરવામાં આવી હતી અને અનેક મશિનરી સામાન સાથે કોલસો ખનીજ પણ સીલ કરી પંચ રોજકામ કરવામા આવેલ હતું આ બાબતે ઉમરડા ગામસભા ખાણ ખનીજ દ્વારા આયોજિત રાખવા માં આવેલ પરંતુ સભા માં કોઈ ખાણ ખનીજ અધિકારી ફરકયા નહોતા ત્યારે ગામલોકો એ રોષ વ્યકત કરેલ હતો અને ખનીજ ચોરી ની ફરિયાદ કરવામાં આવી હતી
ઉમરડા ગામે ખનીજ ચોરી કરતા શખ્સો જેમાં આલા વાલા ખાંભલા અને વાલા મોતી ખાંભલા છેલ્લા બે વર્ષ થી આ ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે આ વખતે ખાણ ખનીજ વિભાગ આ લોકો સામે કડક કાર્યવાહી કરશે કે કેમ ? સવાલો ઉભા થયા છે ખાણ ખનીજ વિભાગ દ્વારા સિલ કરેલ ચરખીઓ નંગ ૪ ખાણ ખનીજ વિભાગ હજુ સુધી જપ્ત કરી પોલીસ સ્ટેશન આપેલ નથી અને ખનીજ માફીયાઓ આ સિલ કરેલ ચરખીઓ લ‌ઈ ગયા ની લોકચર્ચા ચાલે છે તો ખાણ ખનીજ વિભાગ ની કામગીરી ખનીજ માફીયાઓ ને છાવરતા હોય તેમ દેખાય રહી છે.
ઉમરડા સરપંચ દ્વારા ૨૦૨૦-૨૧ મા ગૌચર જમીન દબાણ હટાવવા માટે તનતોડ મહેનત કરી આશરે ૬૦૦ એકર જેટલી ગૌચર જમીન દબાણ હટાવવા ની સરાહનીય કામગીરી કરી હતી તે બાબતે તાલુકા વિકાસ અધિકારી દ્વારા સન્માનિત પણ કરવામાં આવેલ હતા ત્યારે આ જ ગૌચર જમીન માં કોલસાની ગેરકાયદેસર ખાણો ધમધમી ઉઠી છે ત્યારે ખાણ ખનીજ વિભાગ ને મામલતદાર કલેકટર ને અનેક લેખિત રજુઆત કરવા છતાં આજદિન સુધી ખનિજ માફિયા ઓ ઉપર કોઈ કડક કાર્યવાહી કરવા માં આવી નથી ત્યારે અનેક સવાલો ગામજનો ઉઠાવી રહ્યા છે
અહેવાલ, જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર,, રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.