સુજલામ સુફલામ જળ અભિયાન – ૨૦૨૩નો તલોદના મોતેસરી ખાતેથી શુભારંભ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩ અંતર્ગત તળાવો, ચેકડેમો ઉંડા કરવાનું કાર્ય ઝંબેશરૂપે હાથ ધરવામાં આવશે. જે અન્વયે સાબરકાંઠા જિલ્લામાં આજે તા. ૧૭-૦૨-૨૦૨૩, શુક્રવાર સવારે ૯:૦૦ કલાકે તલોદ તાલુકાના મોતેસરી ખાતે સુજલામ સુફલામ જળ અભિયાન - ૨૦૨૩ ના શુભારંભ યોજાશે. સાબરકાંઠા અરવલ્લી સાંસદશ્રી દિપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં યોજાશે. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરા, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, હિંમતનગર ધારાસભ્યશ્રી વિ.ડી. ઝાલા, ખેડબ્રહ્મા ધારાસભ્યશ્રી ડો.તુષાર ચૌધરી ઉપસ્થિત રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.