ગારીયાધાર તાલુકા કક્ષાની ૭૬માં પ્રજાસતાક પર્વની ભવ્ય ઉજવણી ખોડવદરી ખાતે યોજાઈ, પ્રાંત અધિકારી ના હસ્તે કરાયું ધ્વજવંદન
ગારીયાધાર તાલુકા કક્ષાની ૭૬માં પ્રજાસતાક પર્વની ભવ્ય ઉજવણી ખોડવદરી ખાતે યોજાઈ, પ્રાંત અધિકારી ના હસ્તે કરાયું ધ્વજવંદન
આજરોજ 26 જાન્યુઆરી 2025 ને રવિવારના રોજ ગણતંત્ર દિવસની ગારીયાધાર તાલુકા કક્ષાની ઉજવણી પંથકના ખોડવદરી ખાતે યોજાઈ હતી જેમાં પ્રાંત અધિકારી પાલીતાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. દેશમાં આજે ૭૬ માં પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગારિયાધાર તાલુકા કક્ષાની ઉજવણી ખોડવદરી પ્રાથમિક શાળામાં ખુબજ ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી. જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રાંત અધિકારી પાલીતાણા અંકિત પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ સાથે સાથે ગારિયાધાર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તથા ગારિયાધાર પોલીસ સ્ટેશનના પીઆઇ માલવિયા તેમજ ફોરેસ્ટ વિભાગ, પુરવઠા વિભાગ ની વિશેષ ઉપસ્થિતિ માં પ્રજાસતાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
રીપોટર- અશોક ચૌહાણ
ગારીયાધાર
ભાવનગર
99 781 28 943
9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે
