અમરેલી માં પાટીદાર દિકરી મુદ્દે પુરુષોત્તમ રૂપાલા બોલ્યા, જે થયું તે યોગ્ય નથી - At This Time

અમરેલી માં પાટીદાર દિકરી મુદ્દે પુરુષોત્તમ રૂપાલા બોલ્યા, જે થયું તે યોગ્ય નથી


અમરેલીમાં પાટીદાર દીકરી પાયલ ગોટીના સરઘસ મુદ્દે સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ મોટું નિવેદન આપ્યું છે,સાંસદે કહ્યું કે જે થયું તે યોગ્ય નથી અને આવું ના થવું જોઈએ,પોલીસે ઉતાવળ કરી સરઘસ કાઢયું છે તે ના થવું જોઈએ આ ઘટનાને પુરષોત્તમ રૂપાલાએ વખોડી હતી સાથે સાથે કહ્યું કે એસપી દ્વારા જે કમિટી નીમાઈ છે તેમાં તપાસ થવી જોઈએ.
અમરેલીમાં દીકરી સાથે બનેલી ઘટના અયોગ્ય : પુરુષોત્તમ રૂપાલા

અમરેલી પાટીદાર યુવતીનો વિવાદ હવે રાજકીયમાં પલટી ગયો છે,કોંગ્રેસના નેતાઓએ આ મામલે ધરણા પણ કર્યા હતા અને હવે રાજકોટ ભાજપના સાંસદ પણ આ મામલે સામે આવ્યા છે.સાંસદે આ ઘટનાને વખોડી હતી,તો સાંસદે કહ્યું કે,હાલમાં નનામી લેટર વાયરલ કરવાનો રોગ ફેલાયો છે જેની જાણ બધાને છે,તો પોલીસની કમિટી યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા વ્યકત કરી હતી સાંસદે સાથે સાથે કોંગ્રેસ પર ચાબખા મારતા કહ્યું કે,કોંગ્રેસ ઘટનાને અલગ દિશામાં લઇ જાય છે.
કેવી રીતે પાયલ ગોટીનો વિવાદ થયો?

અમરેલીમાં પાયલ ગોટીકાંડનો વિવાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક લેટરથી શરૂ થયો. આ લેટરમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આક્ષેપો મુકાયા. આ જ વિવાદમાં પાયલ ગોટી પર આંગળી ઊઠી કે તેણે જ લેટર વાયરલ કરાવ્યો છે. બસ, આના પછી જ વિવાદમાં પોલીસની એન્ટ્રી થાય છે અને અડધી રાતે લેટરકાંડ મામલે આરોપીઓને ઉઠાવી લેવામાં આવે છે. હવે આ ઘટના ભયાનક વળાંક લે છે, કારણ કે એવો આક્ષેપ થયો કે મધરાતે જેને પોલીસે પકડ્યા એમાં પાયલ ગોટી નામની મહિલા પણ હતી
સમાજની દીકરીને ન્યાય અપાવવા આ હુંકારમાં જોડાવોઃ કથીરિયા

આ દરમિયાન અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે અમરેલીમાં જે દીકરી પર પોલીસ કાર્યવાહી થઈ છે એ નિંદનીય છે. આ મામલે વકીલો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને દીકરીનું નામ આ લેટરકાંડમાંથી હટાવવામાં આવે એ અંગે કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી દેવાયું છે. કોર્ટ કાર્યવાહી થઇ રહી છે. આ મિટિંગ બોલવવાનો મુખ્ય હેતુ પાટીદાર સમાજના લોકો કોઈપણ પાર્ટીમાં હોય એ પાર્ટીને સાઈડ કરી પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા આ હુંકારમાં જોડાઈ શકે છે.

રિપોર્ટ - અશ્વિન બાબરીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.