સેનાએ કહ્યું- પાકિસ્તાની આતંકીઓ ઘાટીમાં ભય ફેલાવવા માંગે છે:તેઓ હવે કાશ્મીરીઓને નિશાન બનાવી રહ્યા છે, બારામુલ્લામાં શ્રમિકો પર હુમલો તેનો પુરાવો છે - At This Time

સેનાએ કહ્યું- પાકિસ્તાની આતંકીઓ ઘાટીમાં ભય ફેલાવવા માંગે છે:તેઓ હવે કાશ્મીરીઓને નિશાન બનાવી રહ્યા છે, બારામુલ્લામાં શ્રમિકો પર હુમલો તેનો પુરાવો છે


જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં થયેલા આતંકી હુમલા અંગે સેના તરફથી પહેલીવાર નિવેદન સામે આવ્યું છે. શ્રીનગરમાં તહેનાત સેનાની ટુકડી ચિનાર કોર્પ્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું - પાકિસ્તાની આતંકવાદીઓ ઘાટીમાં ભય પેદા કરવા માંગે છે. તેઓ હવે કાશ્મીરીઓને નિશાન બનાવી રહ્યા છે. બારામુલ્લામાં શ્રમિકો પર થયેલો હુમલો તેનો પુરાવો છે. સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ એમકે સાહુએ કહ્યું - જ્યારે સેનાના વાહન પર ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે અમારા જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો, જેના કારણે આતંકવાદીઓએ તેમના હથિયારો અને બેગ છોડીને ભાગવુ પડ્યુ. તેઓ ગાઢ જંગલમાં ભાગી ગયા હતા. અંધારાના કારણે આતંકીઓ ભાગવામાં સફળ રહ્યા હતા. ખરેખરમાં, આતંકવાદીઓએ 24 ઓક્ટોબરની મોડી રાત્રે LoC નજીક સેનાના વાહન પર હુમલો કર્યો હતો. જેમાં ત્રણ જવાનો શહીદ થયા હતા. બે પોર્ટર વર્કર્સ પણ મૃત્યુ પામ્યા હતા. સેનાએ કહ્યું- ઘાટીમાં આતંકનું રહસ્ય આતંકવાદીઓની વિચારધારા છે
લેફ્ટનન્ટ કર્નલ એમકે સિંહે કહ્યું- ભારતીય સેના રાઈફલમેન કૈસર અહેમદ શાહ અને રાઈફલમેન જીવન સિંહની બહાદુરીને સલામ કરીએ છીએ. ગોળી વાગવા છતાં બંનેએ આતંકીઓને ભાગવા મજબૂર કર્યા હતા. બંને શહીદ જવાનોની હિંમતને કારણે વધુ નુકસાન થયું ન હતું. બંને સૈનિકોએ કાશ્મીરમાં પાકિસ્તાનના આતંકવાદી એજન્ડા સામે ભારે હિંમત દાખવી હતી. આ હુમલામાં બોનિયારના ઝહૂર અહેમદ મીર અને ઉરીના મુશ્તાક અહેમદ ચૌધરીએ પણ દેશની સેવા કરતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. કાશ્મીર સતત શાંતિ અને સ્થિરતા તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ પાકિસ્તાની આતંકવાદીઓ ઘાટીમાં આતંક ફેલાવવા માટે જાણી જોઈને કાશ્મીરી સ્થાનિકોને નિશાન બનાવી રહ્યા છે. આતંકવાદીઓની એકમાત્ર વિચારધારા 'ઘાટીમાં આતંકનું શાસન' છે. હુમલામાં 3 આતંકવાદીઓ સામેલ હતા
સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં 3થી વધુ આતંકીઓ સામેલ હતા. એવું માનવામાં આવે છે કે ઉત્તર કાશ્મીરના બોટા પથરી સેક્ટરમાં એલઓસી પરથી આતંકીઓએ ઘૂસણખોરી કરી હશે. પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF) એ આ હુમલાની જવાબદારી લીધી હતી. તેણે હુમલાની જવાબદારી સ્વીકારતી પોસ્ટ અને હુમલા પહેલા લેવાયેલ ફોટો પણ જાહેર કર્યો હતો. હુમલા અંગે કોણે શું કહ્યું અઠવાડિયામાં ચોથો હુમલો, છેલ્લો 3 બિન-કાશ્મીરીઓ પર હુમલો
છેલ્લા એક સપ્તાહમાં જમ્મુ-કાશ્મીરમાં બિન-કાશ્મીરીઓ પર આ ચોથો હુમલો છે. આ 4 હુમલાઓમાં 3 જવાન શહીદ થયા છે. તેમજ, 8 બિન-કાશ્મીરી લોકોના મોત થયા છે. 24 ઓક્ટોબર: દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના બટગુંડમાં આતંકવાદીઓએ એક મજૂર પર ગોળીબાર કર્યો હતો. હુમલામાં મજૂર ઘાયલ થયો હતો અને તેની સારવાર ચાલી રહી છે. ઑક્ટોબર 20: ગાંદરબલના સોનમર્ગમાં કાશ્મીરના એક ડૉક્ટર, એમપીના એક એન્જિનિયર અને પંજાબ-બિહારના 5 મજૂરોએ જીવ ગુમાવ્યો. આની જવાબદારી લશ્કરના સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ લીધી હતી. ઑક્ટોબર 16 : શોપિયાંમાં આતંકવાદીઓ દ્વારા એક બિન-કાશ્મીરી યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલા બાદ વિસ્તારમાં આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.