મહાશિવરાત્રી નિમિત્તે વડનગર માં હાટકેશ્વર મહાદેવ નો ભવ્ય મેળો યોજાઈ ગયો - At This Time

મહાશિવરાત્રી નિમિત્તે વડનગર માં હાટકેશ્વર મહાદેવ નો ભવ્ય મેળો યોજાઈ ગયો


મહાશિવરાત્રી નિમિત્તે વડનગર માં હાટકેશ્વર મહાદેવ નો ભવ્ય મેળો યોજાઈ ગયો

વડનગર માં હાટકેશ્વર દાદા ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી

હાટકેશ્વર મહાદેવ ના મંદિર વડનગર ખાતે મહાશિવરાત્રી પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર ગામ એ ઐતિહાસિક પૌરાણિક નગરી છે. તેમાં સદીઓ પુરાણો હાટકેશ્વર મહાદેવ નું મંદિર આવેલ છે. તે હાટકેશ્વર એ નાગર બ્રાહ્મણો ના ઈષ્ટદેવ છે તેથી આખા દેશમાં માં વસેલા નાગર બ્રહ્માણો ઓ મહા શિવરાત્રી ના દિવસે દર્શન તથા પૂજા અર્ચના કરવા આવતા હોય છે. અને તેની સાથે આમ જનતા પણ દર્શન નો લાભ લે છે.
મહાશિવરાત્રી ના દિવસે સવારે ૮.૦૦ કલાકે વૈદિક મંત્રોચ્ચાર સાથે જલાભિષેક કરવામાં આવે છે તથા સાંજે ૪.૦૦ કલાકે હાટકેશ્વર દાદા ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવ્યા છે તેમાં ચૈતરેશ્વરી માતાજી ના મંદિર એ હાટકેશ્વર દાદા ની શોભાયાત્રા જાય છે. ત્યાં માતાજીને સાડી ચઢાવવામાં આવે છે અને પૂજા અર્ચના કરી ને હાટકેશ્વર દાદા ની શોભાયાત્રા મંદિર તરફ પરત ફરે છે. પુરાણોમાં એવો ઉલ્લેખ છે કે ચૈતરેશ્વરી માતાએ હાટકેશ્વર દાદા ના બહેન થાય છે તેવો ઉલ્લેખ પણ છે . તેથી હાટકેશ્વર દાદા ની શોભાયાત્રા વર્ષ માં બે વખત નીકળે છે. મહાશિવરાત્રી ના દિવસે અને ચૈત્ર સુદ ચૌદસ ના દિવસે હાટકેશ્વર જયંતી ના દિવસે શોભાયાત્રા નીકળી છે.
મહાશિવરાત્રી ના દિવસે સાંજે ના ૭.૦૦ વાગ્યા સમય એ ભવ્ય સંધ્યા આરતી પણ થાય છે. ગુજરાત પ્રવાસન નિગમ તથા હાટકેશ્વર મહાદેવ સંસ્થા દ્વારા મહાદેવ ના પરિસર ખાતે રાત્રે ૮.૦૦થી૧૦.૦૦ વાગ્યા સુધી શિવ આરાધના કચ્છી લોક સંગીતનો ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. અને રાત્રે ૧૨.૦૦ કલાકે નિશીથ કાલ નુ પૂજા-આરતી કરવામાં આવી હતી તેમજ મહાશિવરાત્રી ના રાત્રી ના સમય ૯.૦૦ વાગ્યા થી પ્રાત (સવાર) ૬.૦૦ વાગ્યા સુધી અષ્ટ પ્રહર ની મહાપૂજા થઈ હતી અને આ મહાશિવરાત્રી ના દિવસે હાટકેશ્વર મહાદેવ ના પટાઆંગણ હજારો લોકો "જય હાટકેશ " નામનો શબ્દ પ્રયોગ કરી ને નાદ ભ્રમ આવાજ સાંભળવા નો આનંદ આવતો હતો શોભાયાત્રા વખતે પણ જય હાટકેશ નાદભ્રમ થી સમગ્ર વડનગર શહેર નું વાતાવરણ ધાર્મિક બની ગયું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.