માળીયા હાટીના તાલુકાનું તેમજ સરકારી હાઈસ્કૂલનું સામાન્ય પરિવારની દીકરીએ કર્યું નામ રોશન - At This Time

માળીયા હાટીના તાલુકાનું તેમજ સરકારી હાઈસ્કૂલનું સામાન્ય પરિવારની દીકરીએ કર્યું નામ રોશન


માળીયા હાટીના સરકારી હાઈસ્કૂલનું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતા માળીયા હાટીના તાલુકાનું નામ ગુજરાત ભરમાં ઝળહળી ઉઠયું

કવા વિશાખાબેન કિશોર ભાઈ 99.99 pr મેળવતા આપી પ્રતિક્રિયા સરકારી હાઈસ્કૂલ માં અભ્યાસ કરીને કોઈ પણ જાતના ટ્યુશન ક્લાસમાં ગયા વગર રાજ્ય કક્ષાએ ઝળહળી ઉઠી શકો છો તેમનો ધ્યેય gpsc ક્લિયર કરીને ઓફીસર બનવાનો નીર્ધાર કર્યો આતકે પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો

ગુજરાત માં સામાન્ય પ્રવાહમાં નું પરિણામ જાહેર થતા માળીયા હાટીના સરકારી હાઈસ્કૂલ માં કુલ 141 વિદ્યાર્થીઓ ભણે છે જેમાં 90 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

ખાસ કરીને વાત કરવામાં માળીયા હાટીના સરકારી હાઈસ્કૂલમાં સામાન્ય પરિવારની અને પિતા લુહારી કામ કરી ગુજરાન ચલાવે છે તેમને કુલ 2 દીકરી છે જેને દીકરો ગણી દીકરીને ભણાવતા આજે કવા વિશાખાબેન કિશોર ભાઈ 99.99 pr મેળવી ભાઈની ખોટ પુરી કરી(૨) સીસોદીયા ઉદય કુમાર સિંહ 99.78 pr (3) દેવધરીયા ભરતી કથાળડભાઈ 99.06 pr તેમજ કુલ 10 વિદ્યાર્થીઓ એ 90 pr થી પાસ થતા પ્રિન્સિપાલ શીતલબેન છગ તેમજ સ્કૂલના શિક્ષક ગણો એ વિદ્યાર્થીઓ ને મો મીઠાકરી ફટાકડા ફોડી ઉત્સવ ઉજવ્યો હતો

વિદ્યાર્થીઓ એ પોતાના શિક્ષકો અને માતા પિતાના આશીર્વાદના સહભાગી થી સિદ્ધિઓ મળી છે અને આ પરિણામ માં વિદ્યાર્થીઓ એ ટ્યુશન કલાસ કર્યા નથી સરકારી હાઈસ્કૂલમાં સરકાર દ્વારા શ્રેષ્ઠ ક્વોલિફાઇડ શિક્ષક દ્વારા અભ્યાસ કરાવામાં આવે છે તેથી સરકારી હાઈસ્કૂલ માં વધુ માં વધુ વિદ્યાર્થીઓ લાભ લઇ તેવી યાદી જણાવેલ છે

વિદ્યાર્થીઓ પાસ થતા સગા સબંધીઓ અને મિત્રમંડલ દ્વારા હાર્દીક શુભેચ્છાઓ પાઠવ્યા હતા

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.