વિસાવદર ના કાલસારી ગામે ચોર કોટવાલ ને દંડેતેવી સ્થિતિ માલધારી ઓ દ્વારા ઈચ્છા મૃત્યુ ની માંગ - At This Time

વિસાવદર ના કાલસારી ગામે ચોર કોટવાલ ને દંડેતેવી સ્થિતિ માલધારી ઓ દ્વારા ઈચ્છા મૃત્યુ ની માંગ


વિસાવદર ના કાલસારી ગામે ચોર કોટવાલ ને દંડે તેવી સ્થિતિ માલધારી ઓ દ્વારા ઈચ્છામૃત્યુ ની માંગ
વિસાવદર ના કાલસારી ગામે ચોર કોટવાલ ને દંડે તેવી સ્થિતિ નું નિર્માણ થયેલ છે વાત્ત કરવામાં આવેતો વિસાવદર ના કાલસારી ગામે 100એકર થી પણ વધારે ગૌવચર જમીન આવેલ છે જે ગૌવચર જમીન ઉપર ભુમાફિયા દ્વારાવર્ષો થી કબ્જો કરીને વાવેતર કરતા હોય અમુક લોકો દ્વારા કેરીના બગીચા પણ બનાવી નાખેલ છે ત્યારે કાલસારી ગામના માલધારીઓ દ્વારા 2008થી પોતાના માલઢોર ચરાવવા માટે ગૌવચર છુટ્ટુ કરાવવા માટે સરકારી તંત્રમા જેમકે ગ્રામ પંચાયતવિસાવદર ની ઓફિસ ટીડીઓ મામલતદાર પ્રાંત અધિકારી જિલ્લા કલેકટર સહિત નાઓને અવર નવાર લખિત તેમજ મૌખિક રજુવાત તેમજ માલધારીઓ દ્વારા વિસાવદર ટીડીઓ ઓફિસ સામે પોતાના માલઢોર સાથે પણ ત્રણ ત્રણ વખત ઉપવાસ આંદોલન કરેલ ત્યારે જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા તારીખ 18/03/2023ના રોજ જૂનાગઢ ડીએલઆર ને કાલસારી ગ્રામ પંચાયત હસ્તક ની ગૌવચર જમીન ની માપણી ને અગ્રતા આપીને જમીન માપીને હદનિશાન નાખવા નો હુકમ કરેલ હોય ત્યારે આજે બેવર્ષ થવા છતાં ગૌવચર જમીન ની માપણી પુરી થયેલ નથી ત્યારેકાલસારી ગ્રામ પંચાયત ના સરપંચ તેમજ તલાટી મઁત્રી દ્વારા તારીખ 11/07/2024ના રોજ 30દિવસ મા ગૌવચર ખાલી કરાવવા ની લેખિત ખાત્રી આપેલ તેનું સુરસુરિયું થયેલ ત્યારે કાલસારી ના માલધારીઓ દ્વારા ગત 8મા મહિના મા ઉપવાસ આંદોલન ઉપર બેસેલ અને 8દિવસ ઉપવાસ આંદોલન ચાલેલ ત્યારે વિસાવદર ટીડીઓ દ્વારા તારીખ 23/09/2024ના રોજ લેખિત ખાત્રી આપેલ કે 90દિવસ ની અંદર ગૌવચર ની માપણી પુરી કરીને ગૌવચર દબાણ કર્તા ઉપાર કાયદેસર પગલાં લઈને ગૌવચર છુટ્ટુ કરીઆપવામાં આવશે પરંતુ તેખાતરી મુજબ ની કોઈ કામગીરી થયેલ નહીં ઉલ્ટાનું ભુમાફિયા ઓ પોતે રાજકીય વગવાપરીને માલધારીઓ ઉપર ખોટી ફરિયાદ કરીને માલધારીઓ ને જેલમાં પુરાવી દીધેલ ત્યારે માલધારીઓ દ્વારા તારીખ તારીખ 03/10/2024ના રોજમાલધારી ઓ દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાને પણ પોતાની ઉપર થતા અન્યાયમા ન્યાયિક પગલાં ભરવા માટે લેખિત રજુવાત કરેલ પરંતુ જિલ્લા એસપીને પણ ભુમાફિયા વિરુદ્ધ એક્સન લેવામાં કાતો શરમ આવતી હશે કે પછી રાજકીય પ્રેસર હોયકે પછી સવનો સાથ પોતાનો વિકાસ દેખાતો હોય તેમ કોઈપણ પ્રકાર ની કામગીરી કરેલ નહીં ત્યારેમાલધારી ઓઉપર રાજકીય ઇસારેમાલધારી ઉપર થતા ખોટાગુના દાખલ નકરવા તેમજ જવાબદાર અધિકારી વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે તારીખ 24/12/24તેમજ 09/01/25નારોજ કલેકટર તેમજ સરકાર પાસે લેખિત મન્જુરી માંગેલ તેપણ આપવામાં આવેલ નથી માલધારી દ્વારા તારીખ 15/09/2023નો વિકાસ કમિશન નો ગ્રામપંચાયત મા થયેલ દબાણ કોણે દૂરકરવું ક્યાં ઓફિસર ની જવાબ દારી ફિક્સ કરવી તે પરિપત્ર ની નકલ ટીડીઓ પાસે હોયતેમ છતાં માલધારી દ્વારા વિસાવદર ટીડીઓ ને નકલ આપેલ તેમછતા વિસાવદર ટીડીઓ રાજકીય ઇસારે પોતાની ઓફિસ ની કામગીરી કરતા હોય તેવું દેખાય આવેછે વિસાવદર પ્રાંત અધિકારી દ્વારા પણ તારીખ 10/07/2024નારોજ એક જાહેર નિવિદા બારપાડીને કાલસારી ગ્રામપંચાયત હસ્તક ની ગૌવચર જમીન દિવસ 15મા ખુલ્લી કરવાનું જણાવેલ પરંતુ જેતેસમય ના પ્રાંત અધિકારી પણ ઓફિસ મા બેસીને ગૌવચર માપણી ની કામગીરી ની કાગળ ઉપર ફ્લૉપ લીધેલ અને પોતાની જવાદારી માંથી છટકી ગયેલ ત્યારે સવાલ એછેકે કાલસારી ગૌવચર જમીન ઉપર કબ્જો ધરાવતા આસામીઓ માકોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત રાજકીય અગ્રણીઓ છે એટલા માટે સરકારી બાબુઓ ગૌવચર છુટ્ટુ કરાવવાપોતાનો પંનો ટૂંકો પડેછે કે પછી ફુલડી મા ગોળ ભાંગીને સરકારી પગાર લઈને પણ સરકારી કામગીરી કરવા નથી માંગતા કાલસારી ગામના માલધારીઓને પોતાના પશુધન ના નિભાવ માટે ગૌવચર છૂટું કરવામાં નહીં આવેતો માલધારી ઓ દ્વારાઈચ્છામૃત્યુ ની માંગ સાથે નો પત્ર તારીખ 21/02/2024નારોજ જૂનાગઢ જિલ્લા કલેકટર તેમજ સીએમ કાર્ય લઈ તેમજ પીએમઓ તેમજ જિલ્લા ની વહીવટી કચેરી મા પણ મોકલેલ છે તેવું માલધારીઓ દ્વારા મીડિયા ને જણાવેલ છે તેઉપરાંત હાલમાં કાલસારી ગ્રામપંચાયત દ્વારાએક મન્દિર નું ડિમોલેશન કરવાની નોટિસ આપેલ છે ત્યારે જે મન્દિર નું ડિમોલેશન કરવાનું છે તે જગ્યા તો કાયદેસર ની છે અને તેની ગામ નમૂના નંબર 2પણ છે તેમછતા સરપંચ તલાટી તેમજ રાજકીય અગ્રણી ઓના ઇસારે માલધારી ઓ ને હેરાન પરેશાન કરવામાં આવીરહ્યાછે તેવું કાલસારી ગામના માલધારી ઓ દ્વારા મીડિયા ને જણાવેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image