તળાજા-મહુવા હાઈવે પાસે તીનપત્તીનો જુગાર રમતા 6 ઝડપાયા, 5.59 લાખનો મુદ્દામાલ જપ્ત
ભાવનગર એલસીબીનો સ્ટાફ ગામડાઓમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે તેમને બાતમી મળી હતી કે તળાજા-મહુવા હાઈવે ઉપર મોટી જાગધાર ગામે આવેલા પેટ્રોલ પંપની પાછળ, નકાભાઈ નરશીભાઈ શિયાળે ભાગીયા તરીકે રાખેલી વાડીની બાજુના ખાલી મેદાનમાં outsider લોકોને બોલાવી તીનપત્તીનો જુગાર રમાડે છે તત્કાળ લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી જુગાર રમતા 6 શખ્સો એટલે કે રાજુ ભુપતભાઈ મકવાણા, ગણેશ ખીમજીભાઈ બારૈયા, વાઘા પાંચાભાઈ લાફકા, જીવણ ઓઘડભાઈ શૈડા, રવિ જેન્તીભાઈ બારૈયા અને હરદેવ ધરમશીભાઈ બારૈયાને રોકડ રૂ. 3,09,300 અને ત્રણ મોટરસાયકલ્સ મળીને કુલ રૂ. 5,59,300ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા આ દરમિયાન મુખ્ય આયોજક નકાભાઈ નરશીભાઈ શિયાળ ઘટનાસ્થળેથી ફરાર થવામાં સફળ રહ્યો હતો. તમામ આરોપીઓ વિરુદ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુન્હો નોંધાઈ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
