સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પૂર્વપ્રમુખ સહિત અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા કોંગ્રેસ માં મોટુ ગાબડું
કોંગ્રેસનો ગઢ ગણાતા સાયલા તાલુકામાં સાયલા એપીએમસી ખાતે યોજાયેલા મેં હું મોદી કા પરિવાર કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં લોકો ભાજપમાં જોડાયા હતા.
જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ કાર્યકરો અને સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. તેઓ તાલુકા પ્રમુખ રહી ચુક્યા છે સાથે સતત ૩૫ વર્ષ સુધી તાલુકા પંચાયત સદસ્ય રહી ચૂક્યા છે..
કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયત જીતેલા સદસ્ય મુળજીભાઈ પરાલીયા પણ મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા.
સાથોસાથ લીમડી વિધાનસભાના ચુડા તાલુકાના | કોંગ્રેસના કાર્યકરોએ પણ કેસરિયો ધારણ કર્યો હતો.
ભાજપમાં જોડાવા માટે લોકોની લાઈન લાગી હતી.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.