કોમર્સ કૉલેજ, મોડાસાનો વાર્ષિકોત્સવ ધામધૂમ થી યોજાયો
ધી મ લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ એસ શાહ કૉલેજ ઓફ કોમર્સ, મોડાસાનો 57 મો વાર્ષિકોત્સવ 28 ફેબ્રુઆરીના રોજ કેમ્પસ પરના ભામાશા હૉલમાં યોજાયો હતો. કાર્યક્રમના પ્રથમ ચરણમાં મંડળના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વી શાહ, માનદ મંત્રી શ્રી જયેશભાઈ દોશી, મુખ્ય વક્તા ડૉ. કલ્પેશભાઈ પટેલ તથા કાયૅકારી આચાર્ય ડૉ.એમ.કે. પટેલે પ્રાસંગિક ઉદબોધન થકી વિધ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ઉપસ્થિત મહેમાનોએ વર્ષ દરમ્યાન શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃતિઓમાં સિધ્ધિ મેળવનાર વિધ્યાર્થીઓને સુવર્ણમંડિત ચંદ્રક, રોકડ પારિતોષિક તથા મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમના બીજા ચરણમાં વિધાર્થીઓએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. સંજોગોવસાત ઉપસ્થિત ના રહી શકેલા કોલેજના પ્રભારી મંત્રી તથા મંડળના ઉપપ્રમુખ શ્રી સુભાષભાઇ શાહે કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે
