આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ વડનગરનાં ડૉ.ધરતી જૈન દ્વારા પ્લાસ્ટિક અવરનેસ કાર્યક્રમનું આયોજન - At This Time

આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ વડનગરનાં ડૉ.ધરતી જૈન દ્વારા પ્લાસ્ટિક અવરનેસ કાર્યક્રમનું આયોજન


આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ વડનગરનાં ડૉ.ધરતી જૈન દ્વારા પ્લાસ્ટિક અવરનેસ કાર્યક્રમનું આયોજન:-

તા.16/૩/2025ને રવિવારના રોજ વિ.એન.એસ. બી.લિ.આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, વડનગરના ડૉ.ધરતી જૈન દ્વારા હરિત કલા સંગમ 2025માં પર્યાવરણ સરક્ષણ ગતિવિધિ મેહસાણા જીલ્લા અને કેશવ માધવ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા આજે 602 ચિત્રોનું પ્રદર્શન કાર્યક્રમ મેહસાણા યોજાયો હતો .જેમાં પ્લાસ્ટિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન પણ કર્યું હતું. ડૉ. ધરતી જૈનનાં પ્રયાસ દ્વારા લગભગ 600 થી વધારે લોકોએ પ્લાસ્ટિકથી પર્યાવરણને થતાં નુકસાન વિશેના પોસ્ટર, બેનર, અને પ્રદર્શન વડે જાગ્રત કરવાનું કામ કર્યું હતું અને તે રીતે પોતાના પરિવારને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યાં હતાં કૉલેજના આચાર્ય શ્રી ડૉ. દિલખુશ પટેલે ધરતીબેન જૈનને અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image