આઈજા ઓલ ઇન્ડિયા જૈન જર્નલિસ્ટ એસોસિયેશન માં જોડાવા માટે આમંત્રણ: - At This Time

આઈજા ઓલ ઇન્ડિયા જૈન જર્નલિસ્ટ એસોસિયેશન માં જોડાવા માટે આમંત્રણ:


આઈજા જૈન જર્નલિસ્ટ એસોસિયેશનના ગુજરાત રાજ્ય પ્રેસિડેન્ટ શ્રી આનંદ દોશી ગુજરાત રાજ્યના જૈન પત્રકારોને આઈજા માં જોડાવા માટે આમંત્રણ આપે છે. આનંદ ભાઈ દોશી એ જણાવ્યું હતું કે જે રીતે ભારતની પ્રગતિમાં જૈન સમાજનો ઘણો અમૂલ્ય ફાળો છે, તે જ રીતે પત્રકારત્વ જગતમાં જૈન પત્રકારોનું પણ ઘણું મોટું પ્રધાન છે. મીડિયાના માલિકોથી માંડીને પત્રકારો અને જાહેરાત એજન્સી વગેરેમાં જૈન સમાજનું ઘણું પ્રદાન છે .સમગ્ર ભારતના જૈન સમાજના પત્રકારો જે પ્રવૃત છે, તેઓને આઈજા ઓલ ઇન્ડિયા જૈન જર્નાલિસ્ટ એસોસિએશનમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવે છે .જે રીતે જૈન સમાજની એકતા વિવિધ સંગઠનોમાં છે ,તે રીતે પત્રકારોમાં પણ જૈન સમાજની એકતાનું એક જોડાણ એટલે આઈજા જૈન જર્નલિસ્ટ એસોસિએશ.આ સંસ્થાના ગુજરાત રાજ્યના પ્રમુખ તરીકે હું જૈન પત્રકારોને આમંત્રણ આપું છું અને તેઓને આ એસોસિયેશન સાથે જોડાઈને એકતા જાળવી સેવાકૃત થવા માટે અનુરોધ કરું છું.

રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image