જસદણમાં વિરાજ ચાવડાને ૭૦ હજારની ઉઘરાણી મામલે મિત્રોએ છરીના ઘા ઝીંક્‍યા - At This Time

જસદણમાં વિરાજ ચાવડાને ૭૦ હજારની ઉઘરાણી મામલે મિત્રોએ છરીના ઘા ઝીંક્‍યા


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણમાં રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં બત્રીસ વર્ષના યુવાનને તેના જ મિત્રોએ વાત કરવાના બહાને બોલાવી છરીના ઘા ઝીંકી દઇ ગંભીર ઇજાઓ પહોંચાડતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. આ યુવાને મિત્ર પાસેથી ઉછીના નાણા લીધા હોઇ તેની ઉઘરાણી મામલે આ માથાકુટ થઇ હતી. જાણવા મળ્‍યા મુજબ જસદણમાં બાયપાસ પર આવેલા ધરતી હાઇટ્‍સ એપાર્ટમેન્‍ટમાં રહેતાં વિરાજ કિશોરભાઇ ચાવડા (ઉ.વ.૩૨) નામના યુવાનને તેના ઘર નજીક તેના જ મિત્ર રાહુલ કોળી તેમજ સાથેના સુનિલ અને નરેશે છરીના ઘા ઝીંકી દઇ પડખા, છાતી, પેટમાં ગંભીર ઇજા પહોંચાડતાં જસદણ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાતાં રાજકોટ પોલીસે જસદણ પોલીસને જાણ કરી હતી. વિરાજ બે ભાઇ અને એક બહેનમાં નાનો છે અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેના લગ્ન થયા નથી. તેણે કહ્યું હતું કે થોડા સમય પહેલા અલગ અલગ કામ માટે રૂપિયાની જરૂર હોવાથી મેં મિત્ર રાહુલ પાસેથી કટકે કટકે સિત્તેર હજાર લીધા હતાં. આ રકમ મારે તેને પાછી આપવાની હતી. પણ હાલમાં મારી પાસે વ્‍યવસ્‍થા નહોતી. દરમિયાન તેણે મને વાત કરવાના બહાને ઘર પાસે બોલાવી રૂપિયા અત્‍યારે જ આપી દે તેમ કહી ઉઘરાણી કરી ગાળાગાળી કરી ઝઘડો કર્યો હતો અને બાદમાં સાથેના સુનિલ, નરેશ સાથે મળી છરીથી હુમલો કર્યો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image