ભારતમાં દરરોજ સરેરાશ 52 ગર્ભવતી મહિલાઓનાં મૃત્યુ:નાઇજીરિયા પછી ઈન્ડિયા વિશ્વમાં બીજા નંબર પર, પાકિસ્તાન કરતાં ભારતમાં વધુ મોત: યુએન રિપોર્ટ - At This Time

ભારતમાં દરરોજ સરેરાશ 52 ગર્ભવતી મહિલાઓનાં મૃત્યુ:નાઇજીરિયા પછી ઈન્ડિયા વિશ્વમાં બીજા નંબર પર, પાકિસ્તાન કરતાં ભારતમાં વધુ મોત: યુએન રિપોર્ટ


સંયુક્ત રાષ્ટ્રએ ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન મહિલાઓમાં થતા મૃત્યુ અંગે એક અહેવાલ બહાર પાડ્યો છે. એવું કહેવામાં આવ્યું હતું કે વિશ્વમાં દર 2 મિનિટે એક મહિલા ગર્ભાવસ્થા અથવા પ્રસૂતિ સંબંધિત સમસ્યાઓને કારણે મૃત્યુ પામે છે. રિપોર્ટ મુજબ, ભારતમાં વર્ષ 2023માં લગભગ 19 હજાર સગર્ભા સ્ત્રીઓના મૃત્યુ થયા હતા. એટલે કે દરરોજ સરેરાશ 52 સ્ત્રીઓ પોતાનો જીવ ગુમાવી રહી છે. આ આંકડો વિશ્વમાં ગર્ભાવસ્થા દરમિયાન થતા કુલ મૃત્યુના 7.2% દર્શાવે છે. આ યાદીમાં, નાઇજીરીયા પછી ભારત બીજા સ્થાને છે. આ રિપોર્ટમાં પાકિસ્તાનમાં થતા મૃત્યુનો ડેટા પણ સામેલ કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં વર્ષ 2023માં 11 હજાર મૃત્યુ થયા હતા. એટલે કે દરરોજ સરેરાશ 30 મૃત્યુ થાય છે. આંકડા મુજબ, નાઇજીરીયામાં 75,000 મહિલાઓના મૃત્યુ થયા હતા. આ વિશ્વભરમાં ગર્ભવતી મહિલાઓના કુલ મૃત્યુના 28.7% છે. ભારતમાં 23 વર્ષમાં ગર્ભવતી મહિલાઓના મૃત્યુમાં 78%નો ઘટાડો
ભારતમાં 2000થી 2023 દરમિયાન માતૃ મૃત્યુ દરમાં 78% ઘટાડો થવાનો અંદાજ છે. WHO મુજબ, 2000થી 2023 દરમિયાન વિશ્વભરમાં સુધારેલી આરોગ્ય સંભાળ સુવિધાઓ MMRમાં 40% ઘટાડો કરે તેવી અપેક્ષા છે, પરંતુ 2016થી સુધારાની ગતિ ધીમી પડી ગઈ છે. WHOના વડા ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયેસસે કહ્યું કે આ આંકડા દર્શાવે છે કે ગર્ભવતી મહિલાઓ માટે પરિસ્થિતિ હજુ પણ ગંભીર છે. જો આરોગ્ય માળખામાં ઝડપથી સુધારો નહીં થાય, તો આ કટોકટી વધુ ઘેરી બની શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image