કમાલીયા ગામે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તેમજ બીયર ટીન શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , અરવલ્લી પોલીસ. - At This Time

કમાલીયા ગામે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો તેમજ બીયર ટીન શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , અરવલ્લી પોલીસ.


અરવલ્લીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે સારૂ જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની તથા નશીલા માદક દ્રવ્યોની પ્રવૃત્તિ આચરતા ઇસમો ઉપર રેઇડો કરી અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન / સુચનાઓ આપેલ હતી . જે આધારે શ્રી સી.પી.વાઘેલા , પોલીસ ઇન્સ્પેકટર , એલ.સી.બી.મોડાસા નાઓ એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી / વેચાણ કરતા ઇસમોની જરૂરી બાતમી મેળવી અસરકારક કાર્યવાહી કરવા સુચનાઓ આપેલ હતી . જે અન્વયે એલ.સી.બી. સ્ટાફના માણસો ધનસુરા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં હતા તે દરમ્યાન મોજે કમાલીયા ગીમ જતાં ચોક્કસ બાતમીરાહે હકીકત મળેલ કે કાળુભાઇ જુજારભાઇ ખાંટ રહે.કમાલીયા તા.ધનસુરા જી.અરવલ્લીનાનોએ પોતાના નવિન ઘરે વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો લાવી સંતાડી રાખેલ છે.જે બાતમી હકીકત આધારે સદરી ના ઘરે જતા સદરીએ પ્રોહી પ્રતિબંધક એરીયામાં પોતાના કબ્જા ભોગવટાના ઘરમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમીટે ઘરના બીજા ખંડમાં ઘંઉનુ હુસેલ ભરેલ મોટા કોથળાઓની નીચે કંતાનના કોથળામાં તથા મીણીયાની થેલીમાં ( ૧ ) કીંગ ફીશર સુપર સ્ટ્રોંગ પ્રિમીયમ બીયર ૫૦૦ મીલીના પતરાના ટીનની પેટીઓ ૫૪ ૨૪ = ૧૨૦ તથા છુટા ટીન નંગ -૧૧ મળી કુલ ટીન નંગ -૧૩૧ તથા ( ૨ ) કાઉન્ટી ક્લબ ડીલક્ષ વ્હીસ્કી ૧૮૦ મી.લી.ની કાચના ની છુટી બોટલો નંગ -૩૫ જે કુલ મળી બોટલો / ટીન નંગ -૧૬૬ જેની કુલ કી.રૂ .૨૪૦૨૫ / - નો પ્રોહી મુદ્દામાલ મળી આવતા તપાસ અર્થે કબજે લીધેલ છે . જે અંગે ધનસુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ છે . વોન્ટેડ આરોપી ( ૧ ) કાળુભાઇ જુજારભાઇ ખાંટ રહે.કમાલીયા તા.ધનસુરા જી.અરવલ્લી આમ લોકલ ક્રાઇમબ્રાન્ચ , અરવલ્લી ધ્વારા પ્રોહીબીશનનો કેસ શોધી પ્રસંશનીય કામગીરી કરેલ છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.