અમેરિકાએ ભારત પર 26% ટેરિફ લાદશે, આજથી લાગુ થશે:ફાર્મા કંપનીઓ પર લગાવશે ભારે ટેરિફ, જાણો ભારતમાં શું અસર થશે?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આશરે 180 દેશો પર લાદવામાં આવેલ પારસ્પરિક ટેરિફ આજથી અમલમાં આવી રહ્યો છે. ભારત પર લાદવામાં આવેલ 26 ટકા ટેરિફ સવારે 9.31 વાગ્યાથી અમલમાં આવી ગયો છે. ભારત પર લાદવામાં આવેલા આ ટેરિફ પછી આજથી અમેરિકામાં નિકાસ થતી દરેક ભારતીય વસ્તુ પર 26% ડ્યુટી વસૂલવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ટેરિફની ભારત પર અનેક સ્તરે અસર પડી શકે છે. અમેરિકામાં ભારતીય માલ પર 26% ટેરિફ લાદવાથી તે માલના ભાવ ચોક્કસપણે વધશે. આનાથી ત્યાં ભારતીય ઉત્પાદનોની સ્પર્ધાત્મકતા ઘટી શકે છે, ખાસ કરીને એવા દેશોની સરખામણીમાં જેમણે ઓછા ટેરિફ લાદ્યા છે. ભારતના મુખ્ય નિકાસ ક્ષેત્રો ઇલેક્ટ્રોનિક્સ, રત્નો અને ઝવેરાત, ઓટોમોબાઇલ્સ અને કાપડ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
