મેંદરડા ખાતે જીવ સેવા સત્સંગ મંડળ દ્વારા વિનામૂલ્યે જલ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છેલ્લા બાર વર્ષથી આ મંડળી સેવાકીય પ્રવૃતિઓ કરી રહી છે
મેંદરડા ખાતે જલ સેવા કેન્દ્ર વિના મૂલ્યે શરૂ કરવામાં આવેલ
મેંદરડા માં છેલ્લા બાર વર્ષથી સતત કાર્યરત જીવ સેવા સત્સંગ મંડળ દ્વારા જુદી જુદી જગ્યાઓએ જલ સેવા સરુ કરવામાં આવી રહી છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે લોકોને ઠંડા પાણી મળી રહે તેવા સેવાના આશય થી જલ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવેલ
જુદી જુદી જગ્યાએ પાણીના પરબ શરૂ કરવામાં આવેલ જેમાં પ્રથમ નાજાપુર રોડ પર રામ મઢી બાજુમાં અને બીજું બાબરતીર્થ રોડ પર જલ કેન્દ્ર શરૂ કરવામાં આવેલ છે ત્યારે આ જીવ સેવા સત્સંગ મંડળ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે જેમાં મંડળ દ્વારા ધૂન મંડળ ચલાવી રહી છે જેમાંથી એકત્રિત થતાં ફંડ દ્વારા પશુઓને ઘાસચારો પક્ષીઓને ચણ ગરીબ મધ્યમ હોસ્પિટલમાં હોય તેઓને ટિફિન તેમજ નિરાધાર પશુ પક્ષીઓના સેવા અર્થે ધૂન મંડળમાંથી એકત્રિત થયેલ ફંડ વાપરવામાં આવી રહ્યું છે આ સેવાકીય પ્રવૃત્તિઓમાં ગ્રામજનો દ્વારા તમામ પ્રકારનો સહયોગ મળી રહ્યો છે તેમ મંડળના ગિરીશ ગીરીબાપુ દ્વારા જણાવવામાં આવેલ છે
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.