જસદણમાં જમ્મુ કાશ્મીરના હતભાગીઓને મુસ્લિમ સમાજના લોકો કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા
(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગત મંગળવારે ઝેરથી ભરેલા આંતકવાદીઓએ દેશના વિવિધ રાજ્યોના નિર્દોષ 27 નાગરિકોને કારણ વગર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતારી દીધા એ પડઘા વિશ્વભરના અનેક દેશોમાં પડ્યાં છે અને કયારેય માફ નહીં કરી શકાય એવા આ કિસ્સામાં સૌરાષ્ટ્રભરમાંથી દેશપ્રેમી મુસ્લિમ સમાજમાં આ ઘટના રોષપૂર્ણ વખોડાય છે અને સરકાર પણ જાગી કઠોર કાર્યવાહી હાથ ધરી છે ત્યારે જસદણ શહેરના નાના મોટેરા તમામ મુસ્લિમ બિરાદરોએ આંતકવાદી સામે રોષ પ્રગટ કરી શુક્રવારે સાંજે શહેરના જુના બસ સ્ટેન્ડ પર આંબેડકરજીની પ્રતિમા પાસે હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી કેન્ડલ માર્ચ યોજી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા લાગણી વ્યક્ત કરી હતી. મુસ્લિમ સમાજએ જણાવ્યું હતું કે કોઈ ધર્મમાં નિર્દોષ માણસોને મારી નાખવા તે લખ્યું નથી આ નાપાક કૃત્ય કોઈ કરે નહી તે માટે સરકારે જે ઘટનાના જવાબદાર છે તેમને આવનારી પેઢીઓને યાદ રહી જાય એવી સજા આપવી જોઈએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
