બોટાદ જિલ્લાના ગઢડા ખાતે અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ અંતર્ગત તાલીમ કાર્યક્રમ યોજાયો
નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બોટાદ દ્વારા શ્રી જે. સી. કુમારપ્પા બી.આર.એસ. કોલેજ, ગઢડા ખાતે અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ અને ભારતની સ્વતંત્રતાના ૭૫ માં વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર ભારતમાં “આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ ૧૩ ઓગસ્ટ, ૨૦૨૨ થી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૨ દરમ્યાન “હર ઘર તિરંગા'' કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગ રૂપે તાલીમ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બાગાયત નિયામક્શ્રી ડો. પી. એમ. વઘાસીયા સાહેબ દ્વારા વર્ચુઅલી વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી માર્ગદર્શિત કર્યા હતા. તેમજ શ્રી જે. ડી. વાળા નાયબ બાગાયત નિયામક અને શ્રી પી. એચ. શિયાળીયા બાગાયત મદદનીશ દ્વારા કાર્યક્રમ અંતર્ગત કિચન ગાર્ડન વિષય પર તાલીમ આપવામાં આવી હતી. “હર ઘર તિરંગા'' કાર્યક્રમ અંતર્ગત દરેક વિદ્યાર્થી પોતાના મકાન કે કાર્યના સ્થળે રાષ્ટ્રધ્વજ ફરકાવે અને આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરે એવુ આહવાન કરવામાં આવ્યુ હતું.
કાર્યક્રમના અંતે બોટાદ જે. ડી. વાળા નાયબ બાગાયત નિયામક્શ્રી, તથા મોહનભાઇ કોટડીયા આચાર્યશ્રી, બી.આર. એસ. કોલેજ, ગઢડાના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અને વિનામુલ્યે શાકભાજીની કિટ્સનુ વિતરણ કરવામાં આવ્યુ. આ પ્રસંગે તાલીમાર્થીઓ દ્વારા આવા તાલીમ કાર્યક્રમો વારંવાર યોજાવા જોઇએ એવા પ્રતિભાવો પણ રજુ કર્યા હતા.
આ કાર્યક્રમમાં કોલેજના ૧૩૦ જેટલા વિદ્યાર્થી જોડાયા હતા.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.