આજરોજ સ્વછતાહી સેવા અભિયાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન ઊંઝા નગરપાલિકા દ્વારા જી એલ પટેલ હાઇસ્કુલ ઉંઝામાં કરવામાં આવ્યું હતું - At This Time

આજરોજ સ્વછતાહી સેવા અભિયાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન ઊંઝા નગરપાલિકા દ્વારા જી એલ પટેલ હાઇસ્કુલ ઉંઝામાં કરવામાં આવ્યું હતું


આજરોજ સ્વછતાહી સેવા અભિયાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન ઊંઝા નગરપાલિકા દ્વારા જી એલ પટેલ હાઇસ્કુલ ઉંઝા માં કરવામાં આવ્યું હતું.જેમાં યોગ ટ્રેનર ભાવેશભાઈ મેવાડા તથા રમણભાઈ પટેલ દ્વારા એન.સી.સી ના બાળકોને યોગ પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા.ત્યાર પછી સ્વસ્થતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું તેમાં ઉંઝા નગરપાલિકાના પ્રોજેક્ટ ઓફિસર રાજન પાંડે સુધીર જોશી હાર્દિક સોલંકી અને વનરાજ ઠાકોર દ્વારા અભિયાનમાં ભાગ લેવામાં આવ્યો હતો
ઊંઝા જી એલ પટેલ હાઇસ્કુલના આચાર્ય ડી.કે ચૌધરી અને એનસીસીના 30 વિદ્યાર્થી દ્વારા સ્વચ્છતા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો.
ઊંઝા જી એલ પટેલ હાઈસ્કૂલમાં અવારનવાર સાસ્કૃતિક કાર્યક્રમો રમત ગમતના કાર્યક્રમ યોજાતા હોય છે.આ તમામ પ્રવૃત્તિઓમાં બાળકોને ઇનામ પણ આપવામાં આવતા હોય છે.


9913842787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.