રેલ્વે R.P.F ના કર્મચારી એ ફરજ દરમિયાન RPF ASI સહિત મુસાફરો ઉપર કેમ વરસાવી અંધાધુન ગોળીઓ…?
સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ ચાલતી ટ્રેનમાં ફાયરિંગ ની ઘટના, રેલ્વે R.P.F ના કર્મચારી એ ફરજ દરમિયાન પોતાના અધિકારી સહિત મુસાફરો ઉપર કોઈ કારણ થી વરસાવી ગોળીઓ જેમાં રેલ્વે R.P.F ના A.S.I અને ૩ મુસાફરો નું મોત,જયપુર-મુંબઈ ટ્રેનમાં પાલઘર પાસે ચાલું ટ્રેનમાં ફાયરિંગ પાલઘરથી મહિતી આવી,જયપુર મુંબઈ પેસેન્જર ટ્રેનમાં ફાયરિંગ માં ચાર લોકોના મોત થયા છે આ ટ્રેન ગુજરાતથી મુંબઈ તરફ જઈ રહી હતી, મૃતકોમાં R.P.F A.S.I સહિત ૩ મુસાફરો છે,
R.P.F કોન્સ્ટેબલ ચેતને તમામને ગોળી મારી દીધી ફાયરિંગની આ ઘટના બોરીવલી મીરારોડ સ્ટેશન વચ્ચે બની હતી GRP મુંબઈના પોલીસ જવાનોએ મીરા રોડ બોરીવલી ખાતે કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી હાલ આરોપીને બોરીવલી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે,
આ ઘટના જયપુર એક્સપ્રેસ ટ્રેન નંબર ૧૨૯૫૬ ના કોચ નંબર ( બી -૫ )માં બની હતી આ ઘટના આજે સવારે ૫:૨૩ કલાકે બની હતી,R.P.F જવાન અને A.S.I બંને ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા દરમિયાન કોન્સ્ટેબલ ચેતને અચાનક A.S.I પર ગોળી ચલાવી હતી જેના કારણે મુસાફરોમાં ચિંતા સાથે ટ્રેન ની બોગી ડબ્બામાં ભય નો માહોલ ફેલાઈ ગયો હતો, DCP પશ્ચિમ રેલવે, મુંબઈના અધિકારીઓ એ મિડીયા સાથે વાત કરતા જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીની માનસિક સ્થિતિ સારી ન હતી તો સવાલ એ ઉઠી રહ્યો છે કે જો તેની માનસિક સ્થિતિ સારી ન હતી તો તેને ફરજ પર કેમ મુકવામાં આવ્યો...? ગોળી ચલાવનાર ફરજ ઉપર ના RPF જવાન ની માનસિક સ્થિતિ સિવાય અન્ય કોઈ કારણ ની દિશામાં તપાસ થશે કે કેમ એ પણ એક મોટો સવાલ છે,
જવાને અચાનક ફાયરિંગ કરી RPF કોન્સ્ટેબલે ચાલતી ટ્રેનમાંથી કૂદી પડ્યો હતો, આ ઘટનામાં કુલ ૪ વ્યક્તિઓ મૃત્યુ થયા ની માહિતી સામે આવી રહી છે,
પોલીસ ના જણાવ્યા મુજબ ૩૧ જુલાઈ ૨૦૨૩ ના રોજ સવારે ૫:૨૩ કલાકે ટ્રેન નંબર ૧૨૯૫૬ ને જાણ કરવામાં આવી હતી કે કોચ (બી -૫ )માં એસ્કોર્ટ ડ્યુટીમાં ચેતને એસ્કોર્ટ ઈન્ચાર્જ ASI ટીકારામ ઉપર અચાનક કોઈ બોલાચાલી બાદ ગોળીબાર કર્યો હતો, ટ્રેન બોરીવલી રેલ્વે સ્ટેશન ( BVI ) પર પહોંચી ગઈ હતી અને આગોતરી માહિતી મુજબ A.S.I સિવાય અન્ય ૩ મુસાફરો ના મૃત્યુ પણ નોંધાયા છે,
રેલ્વે વિભાગના અને RPF ના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ R.P.F કર્મચારી ધરપકડ કરી લેવામાં આવી છે, ઘટના ની માહિતી DCP નોર્થ GRP પોલીસ ને જાણ કરવામાં આવી હતી હાલ તો વધુ વિગતવાર તપાસ ચાલી રહી છે અને વિગતવાર અહેવાલની રાહ જોવાઈ રહી છે,
આરોપીનો ઈરાદો શું હતો અને તેણે આ ગોળી શા માટે ચલાવી તે જાણી શકાયું નથી, સદનસીબે આ ગોળીબારમાં વધુ મુસાફરોને ઈજા થઈ નથી ચાલતી ટ્રેનમાં ફાયરિંગ થતાં જ ટ્રેનમાં દોડધામ મચી ગઈ હતી, હાલ તો પોલીસ ટ્રેનના મુસાફરો સાથે પૂછપરછ કરી નિવેદન પણ નોંધી રહી છે, પોલીસે સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી છે.
રેલ્વે વિભાગ નું નિવેદન
પશ્ચિમ રેલ્વેએ આ અંગે એક નિવેદન જાહેર કર્યું છે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 'પાલઘર સ્ટેશન ક્રોસ કર્યા પછી એક R.P.F કોન્સ્ટેબલે ચાલતી જયપુર એક્સપ્રેસ ટ્રેનની અંદર ગોળીબાર કર્યો તેણે R.P.F ના A.S.I અને અન્ય ત્રણ મુસાફરોને ગોળી મારી દીધી અને દહિસર સ્ટેશન પાસે ટ્રેનમાંથી કૂદી પડ્યો આરોપી કોન્સ્ટેબલને હથિયાર સાથે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને ઘટના ની સમગ્ર હકીકત ની માહિતી મેળવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.