શહેરમાં એક હત્યા, બે હત્યાના પ્રયાસ સહીત દસ મારામારીના બનાવો
શહેરમાં દિવાળી પર્વ અને બાદમાં વર્ષના પ્રારંભના ચાર દિવસમાં નાનીવાતમાં માથાકુટો થતાં એક હત્યા, બે હત્યાના પ્રયાસ સહીત દસ મારામારીના બનાવો સામે આવતાં પોલીસમાં દોડધામ રહી હતી. અને 24 લોકો સામે ગુના નોંધી કાર્યવાહી કરી હતી.ફટાકડા ફોડવા, સામુ જોવા, જુનિ અદાવતનો ખાર રાખી સહીતની બાબતમાં લોકો ધોકા, પાઈપ અને છરી સાથે ઉતરી આવ્યા તહેવારને લોહીયાળ બનાવ્યો હતો.
પ્રથમ બનાવમાં ગઈ તા.31ના દિવાળીને રાતે બજરંગવાડી પુનિતનગર શેરી નં.13માં રહેતાં પ્રકાશભાઈ જયંતિભાઈ સરવૈયા તેમના મોટાભાઈ કાર્તિકભાઈ, માસીના પુત્ર કેતનભાઈ વોરા દિવાળીનો તહેવાર હોય જેથી તેમના મીત્ર મીત ભટ્ટ પાસે સર્વેશ્વર ચોક ખાતે ફટાકડા ફોડવા માટે ગયેલ હતાં.દરમિયાન ત્યાં સામે જ બાલી દા ઢાબા નામની દુકાન ધરાવતાં અમરદિપ સીંગ ઉર્ફે બાલી નામના શખ્સે ફટાકડાની લુમ બે વાર ફરીયાદીના ભાઈ કાર્તિકભાઈ ઉપર નાંખતાં આરોપી સાથે ઝઘડો થયેલ બાદમાં સમાધાન થઈ જતાં આરોપી ત્યાંથી નાસી છુટયો હતો. બાદમાં આરોપી ઈનોવાકાર નં.જી.જે.03 બી.એ.7099માં ધસી આવી કાર્તિકભાઈ, તેમના ભાઈ પ્રકાશ અને કેતન વોરા પર છરીથી હુમલો કર્યો હતો. તેમજ કાર ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
તેમજ કાર્તીકને આડેધડ છરીના ઘા ઝીંકતા તે બે-ભાન થઈ જતાં આરોપી નાસી છુટયો હતો.બાદમાં ત્રણેય ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાતા કાર્તિકભાઈનું ટુંકી સારવારમાં મોત નિપજયું હતું.બનાવ અંગે એ.ડિવીઝન પોલીસમાં ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.
બીજા બનાવમાં બજરંગવાડી મોચીનગર-1માં રહેતાં સાહિદ રજાકભાઈ સુમરા (ઉ.વ.21) ગઈ તા.31ના રાત્રીના સમયે બજરંગવાડી મેઈન રોડ પરથી તેની મીત્રો સાથે બાઈકમાં બેસી ઘરે જતો હતો. ત્યારે બજરંગવાડી મેઈન રોડ પર પી.ડી.રાણા અને ત્રણ અજાણ્યા શખ્સો ફટાકડા ફોડતા હતા.જેમને ફરિયાદીને ફટાકડા જોઈને દોડવાનું કહેતાં ઉશ્કેરાયેલા આરોપીઓએ ગાળો આપી પી.ડી.રાણાએ ધારીયાથી હુમલો કર્યો હતો.બનાવમાં ઘવાયેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો.બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લીધો હતો.ત્રીજા બનાવમાં જાનગર રોડ પર ઘંટેશ્ર્વર 25 વારીયામાં રહેતાં ઈમરાનભાઈ મહમદભાઈ સારયાણી (ઉ.વ.37) ગઈ તા.31ના બપોરના ઘર પાસે હતો.
ત્યારે આરોપી ભાવેશ,તેમની પત્ની, બહેન, અને સાળો સાગરે સામુ જોવા મામલે ઝઘડો કરી ધોકા વડે ફરીયાદીને મારમારી નાસી છુટયા હતો.બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો હતો.ચોથા બનાવમાં અયોધ્યા ચોક, અયોધ્યા રેસીડેન્સી સ્કાયપર્લમાં રહેતાં હેમાબેન નિશાંતભાઈ રૂપારેલીયા (ઉ.વ.32) નોંધાયેલ ફરીયાદમાં જણાવ્યું હતું. કે તેમના પતિને એસ.ટી.બસ.સ્ટેન્ડ પાછળ શિવ રેસ્ટોરન્ટ આવેલ છે.ત્યાં તેઓ પરીવાર સાથે ગઈ તા.31ના દિવાળીની રાતે ફટાકડા ફોડતા હતાં .
ત્યારે બાજુમાં આવેલ આશાપુરા ટ્રાવેલ્સ વાળા મુનાભાઈ તેમજ તેમનો મોટોભાઈ અને બે અજાણ્યા શખ્સોએ ફટાકડા ફોડવા મામલે ઝઘડો કરી છરીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો.બનાવ અંગે એ.ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.પાંચમાં બનાવમાં મનહરપુર-1માં પૃથ્વીરાજ સોસાયટી શેરીમાં રહેતાં પ્રકાશભાઈ ઉર્ફે વીનુભાઈ રમેશભાઈ લખલાણી (ઉ.વ.35) એ અઠવાડીયા પહેલા આરોપી મનીષે બાબુ ધામેચા, અમીત ધામેચા, ચીરાગ ધામેચા, અને મીત ધામેચા વિરૂદ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં અરજી કરેલ હોય જે બાબતે તેઓની ધરપકડ થતા થઈ હતી. જે બાબતનો ખાર રાખી આરોપીઓએ છરી લોખંડના પાઈપ લઈ ધસી આવી હુમલો કરી છરી પાઈપના આડેધડ ઘા ઝીંકી હત્યાના પ્રયાસ કર્યો હતો.
ગંભીર રીતે ઘવાયેલ યુવાનને સારવારમાં ખસેડાયાં હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે હત્યાના પ્રયાસ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધા હતો.છઠ્ઠા બનાવમાં કસ્તુરબા વાસ શેરી નં.3માં રહેતા ધર્મેશ સુરેશભાઈ વાઘેલા (ઉ.વ.23)વે કંપનીમાં ટેકસી ડ્રાઈવર તરીકે કામ કરતો હોય તે તા.2ના હિરાસર એરપોર્ટ પર બોમ્બેની ફલાઈટ આવતા પેસેન્જર ભરવા બાબતે આરોપી માત્રા ભરવાડે ઝઘડો કરી યુવાનની ગળુ પકડી તુ આવ્યો ત્યાંથી જતો રહે તારે પેસેન્જર નહી ભરવાના તેમ કહી ગાળો આપી જ્ઞાતી પ્રત્યે હડધુત કરતાં એરપોર્ટ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
સાતમાં બનાવમાં લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતા ધર્મેશભાઈ ઉર્ફે લાલો ગુલાબભાઈ પટીયા (ઉ.વ.36)ની બહેન શીલાબેને આરોપી ગોવિંદ ઉર્ફે ગોપાલ રમેશ બાબરીયા વિરૂદ્ધ ફરીયાદ કરેલ હોય જે કોર્ટ કેસની મુદ્દતમાં તેઓ શીલાબેનની સાથે જતાં હોય જે બાબતનો ખાર રાખી આરોપી ગોવિંદ મનીષ નારોલા, કૈલો મોટી અને વિકી સહીતના શખ્સોએ ફરીયાદીના ઘર પર છોડા બોટલના ઘા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં થોરાળા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
આઠમાં બનાવમાં ગોકુલધામ સોસાયટી શેરી નં.6માં રહેતાં સાજણભાઈ કનુભાઈ ભાભા (ઉ.વ.45) આરોપી ભુપત નાનજી ધોળકીયાની પુત્રી ત્રણેક વર્ષથી અલગ રહેતી હોય અને તેણીને તમામ પ્રકાશ ફરીયાદી સહાય પુરી પાડતો હોય જે આરોપી ભુપતને ગમતું ન હોય જેથી ગઈ તા.2ના સાંજના સમયે ભુપતે ફરીયાદીને તેના ઘરે બોલાવી ભુપત અને તેના પુત્ર કલ્પેશે છરીથી હુમલો કરી પડખાના ભાગે ઝીંકી દેતાં સારવારમાં ખસેડાયો હતો.બનાવ અંગે માલવિયાનગર પોલીસે ગુનો નોંધી આરોપી પિતા-પુત્રને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતો.
નવમાં બનાવમાં નાનામવા મેઈન રોડ પર દેવનગર-1માં રહેતા નિલેશભાઈ કેશવભાઈ રાઠોડ (ઉ.વ.34) રીક્ષા ડ્રાઈવિંગ કરે છે.તેઓ રૈયારોડ પ્રમુખ સ્વામી ઓડેટોરીયમની બાજુમાં આલપ ગ્રીન સીટીની સામે હતો ત્યારે આરોપી અમન ગુરૂમ અને અજાણ્યા બે શખ્સોને તેમની દુકાને ફટાકડા લેવા આવેલ ત્યારે અગાઉના ફટાકડાના ઉધારીને રૂ।.5 હજાર માંગતા ઉશ્કેરાયાલા શખ્સોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી પાઈપથી હુમલો કર્યો હતો બનાવ અંગે યુનિ પોલીસે ગુનો નોંધ્યો હતો.
દસમાં બનાવમાં નવાગામ 56 વારીયા કવાર્ટરમાં રહેતાં જશોદાબેન દિપકભાઈ ચાવડા (ઉ.વ.42)એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેમના પતિની સાથે અણબનાવ બનેલ હોય જેથી તે તેમની બે પુત્રી સાથે અલગ રહેતી હતી. દરમિયાન ગઈ કાલે રાત્રીના સમયે તેમના પતિએ ફરીયાદીને ધોકાવડે ફટકારી તેમજ તેમની બે પુત્રી છરીના ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી.તેમજ ત્રણેય માતા પુત્રી પર એકટીવા ચડાવી મારી નાંખવાનો પ્રયાસ કરતાં થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.