ઊંઝા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો ઊંઝા બજારમાં આવેલ અન્ડર બ્રિજ ભરાઈ ગયો.ઊંઝા બસસ્ટેન્ડમાં પાણી ભરાઈ જવાથી મુસાફરો અટવાયા હતા.
ઊંઝા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો ઊંઝા બજારમાં આવેલ અન્ડર બ્રિજ ભરાઈ ગયો વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી.ઊંઝા બસસ્ટેન્ડમાં પાણી ભરાઈ જવાથી મુસાફરો અટવાયા હતા.તેમજ ઊંઝા બસસ્ટેન્ડમાં વરસાદી પાણી ભરવવાથી સ્વિમિંગ પુલ જેવી હાલત જોવા મળી હતી.
જેમાં ઉંઝા બજારમાં આવેલા બ્રિજમાં પાણી ભરાઈ ગયું હતું વાહન ચાલકોને હાલાકી પડી હતી અસહ્ય ગરમી બાદ ઊંઝા વિસ્તારમાં વરસાદ આવવાથી ઠંડક પ્રસરી ગઈ હતી.
આજે એકાએક ઊંઝા તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.સવારથી જ આસપાસ એકાએક આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળ્યા હતા.અને ઊંઝા પંથકમાં મેઘરાજાની પધારમણી થઇ હતી.
ઊંઝામાં વરસાદની આગાહીને લઈને ધમાકેદાર એન્ટ્રી થઈ છે.ઊંઝામાં સિઝનનો પ્રથમ વરસાદ જોરદાર પડ્યો છે.ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે.ઉનાળાના આકરા તાપમાંં ચોમાસાની રાહ જોતા લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો.જોકે મેઘરાજાની પહેલી બેટિંગમાં જ ઊંઝામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.સિઝનના પહેલા વરસાદે જ ઊંઝા તંત્રની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે.ઊંઝા શહેરમાં પ્રવેશ સમાં અંડર પાસમાં પાણી ભરાયાં હતાં.અંડર પાસમાં પાણી ભરાતા અંડર બંધ કરવામાં આવ્યો હતો.વાહન વ્યવહાર તેમજ અવર જવર બંધ કરવામાં આવી હતી.ઊંઝાની બજારમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા.રોડ પર ઘૂંટણસમા પાણી, વાહન ચાલકો અટવાયા હતા.
9913842787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.