વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈને ડબલ એન્જીન સરકારનો સાથ મળતા ભરવાડ સમાજ માટે ૧૨ લાખ પચ્ચીસ હજાર મંજુર
વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈને ડબલ એન્જીન સરકારનો સાથ મળતા ભરવાડ સમાજ માટે ૧૨ લાખ પચ્ચીસ હજાર મંજુર
વિસાવદરતા.વિસાવદર શહેરમાં ભરવાડ સમાજની વાડી આવેલ છે ત્યાં બાજુમાં નદી પસાર થતી હોય તેથી પુર સરક્ષણ દીવાલ બનાવવા માટે વિસાવદર ના પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીયા સમક્ષ રજુઆત કરતા તાત્કાલિક ડબલ એન્જીન સરકારમાં આ લોકપ્રશ્ને રજુઆત કરતા આ સંવેદનશીલ સરકારે આ બાબતે રૂબરૂ ગાંધીનગર ભલામણ કરતા આજરોજ ૧૨ લાખ ૨૫ હજાર ના ખર્ચે પુર સરક્ષણ દિવાલનું કામ મંજુર કરાવ્યું હતું.
આ અગાવ પણ વિસાવદર શંકરમંદિરની પુર સંરક્ષણ દીવાલ પણ મંજુર કરાવેલ હતી અને ધારાસભ્ય ન હોવા છતાં લોકપ્રશ્ને સતત જાગ્રુત રહી એક પછી એક લોકપ્રશ્ને રજુઆત કરી તેનો નિકાલ કરતા સમગ્ર ભરવાડ સમાજે આભાર વ્યક્ત કરેલ હતો.
રીપોર્ટ હરેશમહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.