નોઈડા ઓમેક્સ સોસાયટી બાદ હવે ગાઝિયાબાદની સોસાયટીમાં દબંગગીરી
- આ અગાઉ નોઈડાની ઓમેક્સ સોસાયટીમાં બીજેપી નેતા શ્રીકાંત ત્યાગીએ એક મહિલા સાથે ઉદ્ધત વર્તન કર્યું હતુંગાઝિયાબાદ, તા. 17 ઓગષ્ટ 2022, બુધવારનોઈડાની ઓમેક્સ સોસાયટીમાં મહિલા સાથે ઉદ્ધત વર્તન બાદ હવે પાડોસી જિલ્લા ગાઝિયાબાદની એક સોસાયટીમાં મારપીટનો મામલો સામે આવ્યો છે. ગાઝિયાબાદના ક્રોસિંગ રિપબ્લિકની એક ખાનગી સોસાયટીમાં દબંગો દ્વારા સોસાયટીના લોકો સાથે મારપીટ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.ગાઝિયાબાદના પોલીસ સ્ટેશન વિજયનગર વિસ્તારની ક્રોસિંગ રિપબ્લિક સોસાયટીની એક જ સોસાયટીમાં રહેતા ઓમ પ્રકાશ અને તેના સાથીઓએ સોસાયટીમાં રહેતા અન્ય લોકો સાથે મારપીટ કરી હતી. પીડિત પક્ષનો આરોપ છે કે, આ દરમિયાન ઓમ પ્રકાશે પોતાના લાઈસન્સી હથિયારનો પણ ઉપયોગ કર્યો હતો અને લોકો સાથે મારપીટ કર્યા બાદ બધા ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલો સોસાયટીના ઈલેક્શન ઓફિસર સાથેની અભદ્રતાથી શરૂ થયો હતો જ્યારે ઓમપ્રકાશ અને તેના સાથીઓ ઈલેક્શન ઓફિસર સાથે દુર્વ્યવહાર કરી રહ્યા હતા ત્યારે જ સમાજના અન્ય લોકો તેનો વિરોધ કરવા લાગ્યા હતા. ત્યારબાદ ઓમપ્રકાશ અને તેના સાથીઓએ સોસાયટીમાં જ રહેતા લોકો સાથે મારામારી કરી હતી જે બાદ મારામારી અને ધક્કા-મુક્કીની તસવીરો સીસીટીવીમાં કેદ થઈ હતી.વધુ વાંચો: નોઈડાની પૉશ કોલોનીમાં ભાજપ નેતા શ્રીકાંત ત્યાગીની મહિલા સાથે ગાળાગાળીઆ ઘટનામાં કેટલાક લોકોને ઈજા પણ પહોંચી હતી જેની સૂચના પોલીસને આપવામાં આવી છે. પોલીસે સીસીટીવીના આધાર પર મુખ્ય આરોપી ઓમપ્રકાશ સહિત અન્ય 3 આરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે. હજુ પણ પોલીસ દ્વારા અન્ય તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા તપાસ બાદ આગળની વિવિધ કાર્યવાહીની વાત કરવામાં આવી રહી છે. આ અગાઉ નોઈડાની ઓમેક્સ સોસાયટીમાં બીજેપી નેતા શ્રીકાંત ત્યાગીએ એક મહિલા સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું જેનો વીડિયો વાયરલ થયા બાદ આ મામલાએ ખૂબ જોર પકડ્યું હતું. ત્યારબાદ શ્રીકાંત ત્યાગીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેની ગેરકાયદેસર દબાણ પર યોગી સરકારે બુલડોઝર ફેરવી દીધું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.