ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા “ગોકુલમ્ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા લાઈવ વેબિનાર સિરીઝ”માં ૧૩ માં વેબીનારનું આયોજન
ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) દ્વારા "ગોકુલમ્ – ગૌ આધારિત અર્થવ્યવસ્થા લાઈવ વેબિનાર સિરીઝ”માં ૧૩ માં વેબીનારનું આયોજન
પ.પૂ. સ્વામી શ્રી રિષભ દેવાનંદજી પોતાનું માર્ગદર્શન આપશે
મધ્યપ્રદેશ સરકાર ના માધ્યમ થી અનેક ગૌ શાળા ઑને પૂજ્ય સ્વામી જી ઉપયોગી થયા.
ભારત સરકાર ના પૂર્વ કેન્દ્રીય મંત્રી, રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ ચેરમેન, પૂર્વ સાંસદ ડૉ વલ્લભભાઈ કથીરિયા ના માર્ગદર્શન માં વિશ્વમાં પ્રથમ વખત ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.) ગૌ સંવર્ધન પર આધારિત એક કાર્યક્રમ અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થાને સમર્પિત વ્યક્તિત્વ સાથેના સંવાદોની શ્રેણી તરીકે લાઈવ વેબિનાર ‘ગોકુલમ - ગૌ આધારિત અર્થવ્યવસ્થા સિરીઝ’નું આયોજન થયું છે. આ વેબિનાર સિરીઝ ગૌ સંવર્ધન, ગૌ રક્ષણ , ગૌ આધારિત અર્થ વયસ્થાના પુન:નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ મહત્ત્વપૂર્ણ વેબિનાર હેઠળ, ગૌ સંવર્ધન અને ગૌ આધારિત જીવન અને અર્થવ્યવસ્થા પર નિષ્ણાંત, રાષ્ટ્રીય, આંતર રાષ્ટ્રીય વક્તાઓ માર્ગદર્શન આપે છે.
ગોકુલમ –૧૩ માં ગૌ ટુરીઝમ ના પ્રચારક, કૃષ્ણાયન ગૌ શાળા ના સેવક, અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા અનેક ગૌ શાળા ઑ ને લાભ અપાવનાર પ.પૂ.સ્વામી શ્રી રિષભ દેવાનંદજી શાસન ની સાથે સમન્વય કરી ને ગૌ શાળા ઓનું સંચાલન કેવી રીતે કરવું અને ગૌ વંશ ની ઉપયોગીતા કેવી રીતે વધારી શકાય એના પર માર્ગદર્શન આપશે.આ વેબિનાર ૩૦ સપ્ટેમ્બરે, શનિવારનાં રોજ સવારે ૧૧ કલાકે ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઈન્ડસ્ટ્રી (જી.સી.સી.આઇ.)નાં ફેસબુક પેઈજ ‘ઓફીશીયલ જી.સી.સી.આઇ’ તેમજ યુ ટ્યુબ ચેનલ ‘ગ્લોબલ કાઉ ફેડરેશન’ પર લાઈવ કરવામાં આવશે.
વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો.9824221999), પુરીશ કુમાર (મો.8853584715), અમિતાભ ભટનાગર (મો.8074238017) નો સંપર્ક કરવા યાદી માં જણાવ્યું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.