રાજકોટ શહેરમાં આવનારી 24 અને 25 ફેબ્રુઆરીના રોજ આ રસ્તાઓ રહેશે બંધ.
રાજકોટ શહેરના વાડન ચાલકોને કોઈ ટ્રાફિકનો અવરોધ ન થાય તે હેતુસર નીચે મુજબનાં રસ્તાઓ તા.24/02/2024નાં બપોરનાં 11 થી 5 વાગ્યા સુધી તથા તા.25/02/2024નાં બપોરનાં 11 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનો માટે “પ્રવેશ બંધ” અને “નો-પાર્કિંગ" જાહેર કરવામાં આવે છે
નીચે મુજબના રસ્તાઓ બંધ રહેશે.
1. ગીતગુર્જરી સોસાયટી તરફથી એરપોર્ટ સર્કલ, રેસકોર્ષ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
2. આમ્રપાલી અંડર બ્રીજથી જુની એન.સી.સી ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાડનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
૩. ટ્રાફિક શાખાથી જુની એન.સી.સી ચોક સુધી જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
4. પો.અધિ.શ્રી, રાજકોટ ગ્રામ્ય, રાજકોટના બંગલાથી રેસકોર્ષ રીંગરોડ તરફ પ્રવેશ બંધ કરવામાં આવે છે.
5. આદિત્ય બિલ્ડિંગ બહુમાળીથી રેસકોર્ષ રિંગ રોડ તરફ પ્રવેશ બંધ કરવામાં આવે છે.
6. ચાણક્ય બિલ્ડીંગ ચોકથી બહુમાળી ભવન ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાડનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
7. સર્કિટ હાઉસ આઉટ ગેઈટ આકાશવાણી રોડથી ગેલેકસી-12 માળ બિલ્ડીંગ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
8. ફુલછાબ ચોકથી જીલ્લા પંચાયત ચોક/કિશાનપરા ચોક તરફ જવા આવન જાવન માટે તમામ પ્રકારના વાડનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
9. યાજ્ઞિક રોડ ઠક્કર બાપા છાત્રાલયથી જીલ્લા પંચાયત તરફ જવા માટે તમામ પ્રકારના વાડનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
10. હરીભાઈ ડોલ યાજ્ઞિક રોડથી ભારત ફાસ્ટફુટ/વિરાણી ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાડનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
11. ગોડાઉન ચોકથી મહિલા અંડર બ્રીજ સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
12. કોટેચા ચોક, સ્વામીનારાયણ મંદિરથી મહિલા અંડર બ્રીજ અને કિશાનપરા ચોક સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
13. આમ્રપાલી અંડર બ્રીજ અને કિશાનપરા ચોક જવા માટે તમામ પ્રકારના વાડનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
14. ભોમેશ્વર મંદિરથી એરપોર્ટ ફાટક તરફ તમામ પ્રકારના વાડનો માટે પ્રવેશ બંધ કરવામાં આવે છે.
નીચે મુજબના રસ્તાઓ ખુલ્લા રહેશે.
1. ગીતગુર્જરી મેઈન રોડથી આરાધના સોસાયટી મેઈન રોડથી રેલ્વે ટ્રેકથી લક્ષ્મીનગર અંડર બ્રીજથી ટાગોર રોડથી યાજ્ઞિક રોડ અને એસ.ટી.બસ સ્ટેશન તરફ જઈ શકશે અને ડનુમાન મઢી ચોક, નિર્મલા કોટેચા ચોક, અમીન માર્ગ તરફ થી ઉપરોકત રૂટ થી જઈ શકશે.
2. ચાણક્ય બિલ્ડીંગ ચોકથી તમામ વાડનો શ્રોફ રોડથી ટ્રાફિક શાખા, જામનગર રોડ તરફથી અને ફુલછાબ ચોક, મોટીટાંકી ચોકથી યાજ્ઞિક રોડથી વિદ્યાનગર અને મંગળા રોડ, ગોડાઉન ચોક, લક્ષ્મીનગર અંડર બ્રીજથી કાલાવડ રોડ, રૈયા રોડ તરફ જઈ શકશે.
૩.ફુલછાબ ચોકથી રૈયા રોડ અને કાલાવડ રોડ તરફ જવા માટે તમામ વાહનો ચાણકય બિલ્ડીંગ ચોકથી શ્રોફ રોડ થી ટ્રાફિક શાખા થી જામનગર રોડ તરફથી અથવા ફુલછાબ ચોક, મોટીટાંકી ચોકથી યાજ્ઞિક રોડથી વિદ્યાનગર અને મંગળા રોડ ગોડાઉન ચોક લક્ષ્મીનગર અંડર બ્રીજથી કાલાવડ રોડ/રૈયા રોડ તરફ જઈ શકશે
4. સ્વામીનારાયણ મંદિરથી મહીલા અંડરબ્રીજ, ટાગોર રોડ તરફ જવા માટે સંકલ્પસિધ્ધ હનુમાનજી મંદિરથી મડીલા કોલેજ, અમીન માર્ગ, લક્ષ્મીનગર અંડર બ્રીજથી ટાગોર રોડથી યાજ્ઞિક રોડ તરફથી એસ.ટી.બસ સ્ટેશન તરફ જઈ શકાશે.
5. કોટેચા ચોક, સ્વામીનારાયણ મંદિરથી મહીલા અંડર બ્રીજ, ટાગોર રોડ તરફ જવા માટે અમીનમાર્ગ લક્ષ્મીનગર અંડર બ્રીજથી ટાગોર રોડથી યાજ્ઞિક રોડ અને એસ.ટી.બસ સ્ટેશન તરફ જઈ શકાશે.
6. આમ્રપાલી અંડર બ્રીજ અને કિશાનપરા ચોક જવા માટે હનુમાન મઢી ચોક નિર્મલા રોડ કોટેચા ચોકથી અમીન માર્ગ લક્ષ્મીનગર અંડર બ્રીજ જઈ શકશે.
રિપોર્ટર - નિખીલ ભોજાણી
9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.