રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરાયુ - At This Time

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરાયુ


રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરાયુ.

રાજકોટ શહેર ના રોજ રાજકોટ ખાતે વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. મુખ્યમંત્રી નું એરપોર્ટ ખાતે રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, રેન્જ આઇ.જી અશોક યાદવ, પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, નિવાસી અધિક કલેકટર એ.કે.ગૌતમ, જિલ્લા પુરવઠા અધિકારી રાજેશ્રીબેન વંગવાણીએ પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. જશવંતપુર હેલીપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, સંસદ સભ્ય પુરુષોત્તમભાઈ રૂપાલા, જિલ્લા કલેકટર પ્રભવ જોષી, જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવ્હણે, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકર સિંઘ, તથા સ્થાનિક અગ્રણીઓએ પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા.


7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.