ભાવનગર જિલ્લામાં ઇંગ્લિશ દારૂનું નેટવર્ક ચલાવતા ભાવનગર જિલ્લાના સહિતના કુલ ૧૦ જેટલા ઇંગ્લીશ દારૂના ગુનાઓમાં નાસ્તા ફરતા પ્રોહી બુટલેગરતથા તેનાં સાગરીતો ને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા પેરોલ ફલો સ્કવોડ - At This Time

ભાવનગર જિલ્લામાં ઇંગ્લિશ દારૂનું નેટવર્ક ચલાવતા ભાવનગર જિલ્લાના સહિતના કુલ ૧૦ જેટલા ઇંગ્લીશ દારૂના ગુનાઓમાં નાસ્તા ફરતા પ્રોહી બુટલેગરતથા તેનાં સાગરીતો ને પકડી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા પેરોલ ફલો સ્કવોડ


પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી રવિન્દ્ર પટેલસાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા તથા એલ.સી.બી. સ્ટાફ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને આગામી વિધાનસભાની ચુંટણી અનવયે નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે તેમજ પ્રોહિ./જુગારની બદ્દી સદંતર નાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ.

ગઇકાલ તા.૨૩/૧૧/૨૦૨૨નાં રોજ ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર ખાતે પધારેલ વડાપ્રધાન શ્રીનાં બંદોબસ્ત સબબ નારી ચોકડી ખાતે હાજર હતાં. તે દરમ્યાન બાતમીરાહે અતિ ગોપનીય માહિતી મળી આવેલ કે, ભાવનગર જિલ્લામાં ઇંગ્લીશ દારૂનાં ધંધા સાથે સંકળાયેલ ભાવનગર જિલ્લાનાં કુલ-૦૮ તથા અન્ય જિલ્લાનાં બે ઇંગ્લીશ દારૂનાં કેસમાં નાસતાં-ફરતાં આરોપી પ્રોહિ. બુટલેગર દિગ્પાલસિંહ ઉર્ફે કુમાર મદારસિંહ ગોહિલ રહે.દરબાર ગઢ,વરતેજ તા.જી.ભાવનગરવાળો તેની નારી ચોકડીથી બુધેલ બાયપાસ તરફ જતાં રોડ ઉપર આવેલ વાડીએ હાજર છે. જે માહિતીવાળી જગ્યાએ જઇ તપાસ કરતાં વાડીની પાસે રોડ ઉપરથી *દિગ્પાલસિંહ ઉર્ફે કુમાર મદારસિંહ ઉર્ફે બાપલસિંહ ગોહિલ ઉ.વ.૩૪ ધંધો-ખેતી રહે.દરબારગઢ, વરતેજ તા.જી.ભાવનગર*વાળા હાજર મળી આવેલ. તેને હસ્તગત કરી વરતેજ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.

આ દરમ્યાન એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડે દસેક દિવસ પહેલાં નવાગામ (ચિરોડા)ની જગ્યામાંથી ઝડપી પાડેલ મસમોટા ઇંગ્લીશ દારૂનાં જથ્થાવાળા કેસમાં પકડવાનાં બાકી આરોપીઓ નારી ચોકડી, અમદાવાદ હાઇ-વે ઉપરથી મળી આવતાં નીચે મુજબનાં આરોપીઓને હસ્તગત કરી તેઓને ગુન્હાનાં કામે ધોરણસર અટકાયત કરવામાં આવેલ.
1. અલ્તાફ ઐયુબભાઇ મકવાણા ઉ.વ.૩૧ ધંધો-ડ્રાયવીંગ રહે.ઘાંચીવાડ ચોક, વરતેજ તા.જી.ભાવનગર
2. આમીન ઉર્ફે અમીન મહેબુબભાઇ ભટ્ટી ઉ.વ.૨૪ ધંધો-એ.સી.રીપેરીંગ રહે.મફતનગર, મેલડીમાંનાં મંદિર પાછળ, આખલોલ જકાતનાકા,ભાવનગર
3. જાકીર અહેસાન ઉલ હક ખલીફા ઉ.વ.૩૧ ધંધો-છુટક મજુરી રહે.પુનિતનગર,ધંધુકા જી.અમદાવાદ હાલ-ઘાંચીવાડ ચોક,વરતેજ તા.જી.ભાવનગર
4. શૈલેષ ઉર્ફે જીગો ગોરધનભાઇ દેલવાડીયા ઉ.વ.૩૧ ધંધો-ખેત મજુરી રહે.પ્લોટ વિસ્તાર, કમળેજ તા.જી.ભાવનગર
5. હસમુખભાઇ ઉર્ફે હસુ ધીરૂભાઇ ચાડ ઉ.વ.૨૨ ધંધો-ખેતી રહે.દાડમા દાદાની દેરી પાસે, કમળેજ ગામ, તા.જી.ભાવનગર

*પ્રોહિ. બુટલેગર દિગ્પાલસિંહ ઉર્ફે કુમાર મદારસિંહ ઉર્ફે બાપલસિંહ ગોહિલ રહે.દરબાર ગઢ,વરતેજ તા.જી.ભાવનગરવાળાને પકડવાનાં બાકી ગુન્હાઓઃ-*

1. બોરતળાવ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૨૦૭૨/૨૦૨૦ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ, ૧૧૬ બી,૮૦,૮૧ મુજબ
2. બોરતળાવ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૨૩૧૨/૨૦૨૦ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ,૧૧૬ બી,૮૦,૮૧,૯૮(૨) મુજબ
3. બોરતળાવ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૦૩૧૪/૨૦૨૧ પ્રોહિ. એક્ટ કલમ-૬૫ એ,ઇ,૧૧૬ (બી),૮૧,૯૮(૨) મુજબ
4. બોરતળાવ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૦૦૮/૨૦૨૨ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ, ૧૧૬ બી, ૮૧,૯૮(૨) મુજબ
5. ઘોઘા રોડ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૨૧૯૬/૨૦૨૧ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ, ૧૧૬ બી, ૮૧,૯૮(૨) મુજબ
6. તળાજા પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૦૯૦૦/૨૦૨૦ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ, ૧૧૬ બી, ૮૧,૬૬(૧) બી મુજબ
7. વરતેજ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૦૫૮૦/૨૦૨૨ પ્રોહિ.એકટ કલમઃ-૬૫ એ,ઇ, ૧૧૬ બી, ૮૧,૯૮(૨) મુજબ
8. વરતેજ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૦૭૫૩/૨૦૨૨ પ્રોહી. એક્ટ કલમઃ- ૬૫ એ,ઇ,૧૧૬(બી),૮૧,૮૩,૯૮(૨) મુજબ
9. અમદાવાદ ગ્રામ્ય,ધંધુકા પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૦૪૮૮/૨૦૨૧ પ્રોહી. એક્ટ કલમઃ- ૬૫ એ,ઇ,૧૧૬ (બી),૮૧ મુજબ
10. અમદાવાદ ગ્રામ્ય,કોઠ પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૦૪૧૩/૨૦૨૧ પ્રોહી. એક્ટ કલમઃ- ૬૫ એ,ઇ, ૧૧૬ (બી), ૮૧,૮૩, ૯૮(૨) મુજબ

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી પી.બી.જાદવ તથા પો.સબ.ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, શ્રી પી.બી.જેબલીયા સ્ટાફનાં હરેશભાઇ ઉલ્વા, વિઠ્ઠલભાઇ બારૈયા,વનરાજભાઇ ખુમાણ, બીજલભાઇ કરમટીયા, નીતીનભાઇ ખટાણા, ઇમ્તિયાઝખાન પઠાણ, હસમુખભાઇ પરમાર, સોહિલભાઇ ચોકીયા વગેરે સ્ટાફ જોડાયો હતો. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.