રામાણીયા ગામ ની સીમાડા વિસ્તારમાં ભૂમાફિયાઓ ફરી સક્રિય ગૌચર જમીન અને પર્યાવરણ ને નુકસાન - At This Time

રામાણીયા ગામ ની સીમાડા વિસ્તારમાં ભૂમાફિયાઓ ફરી સક્રિય ગૌચર જમીન અને પર્યાવરણ ને નુકસાન


ગૌચર જમીન ની સાથે પર્યાવરણ ને પણ મોટો નુકસાન ૧૮ લાખ રૂપિયા થી પણ વધુ ખનીજ ચોરી નો મામલો, તંત્ર ની ઘોર બેદરકારી કે મિઠી નઝર

પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રા તાલુકાના રામાણીયા ગામ મધ્યે સીમાડા વિસ્તારમાં ફરી એક વખત ખનીજ ચોરી ની ઘટના સામે આવી રહી છે થોડાક સમય પહેલા જ ગામ ના જાગૃત નાગરિકો દ્વારા આ અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ને સુચિત કરેલા હતાં અને સ્થળ પર જાત તપાસ કરી યોગ્ય કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી

પણ બે દિવસ પહેલા જ પાછા તે જ જગ્યાએ રાત્રિ ના સમય દરમ્યાન ફરી થી ખનીજ ચોરી ની ઘટના સામે આવી હતી અને ગામ ના જાગૃત નાગરિકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ખાણ ખનીજ વિભાગ ને જાણ કરી હતી ત્યાર બાદ તંત્ર હરકત મા આવ્યો હતો

કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવા છતાં પણ આ ભૂમાફિયાઓ ફક્ત પોતાના અંગત સ્વાર્થ ખાતર ગૌચર જમીન ની સાથે પર્યાવરણ ને પણ મોટો નુકસાન પહોંચાડી રહ્યા છે જેના કારણે ગામ લોકો એ રોષ વ્યક્ત કર્યો હતો

ઉલ્લેખનીય છે કે આ ખનીજ ચોરી મા મોટા માથા ઓ ની સાથે ખાણખનીજ વિભાગ ના અધિકારીઓ નો પણ સ્વાર્થ અને સંડોવણી ઓ હોઈ શકે અથવા તો ખાણ ખનીજ વિભાગ ની મિઠી નઝર ના પરિણામે ગૌવંશ પર્યાવરણ અને ગામના લોકો હાલાકી ભોગવી રહ્યા છે હવે જોવાનું એ રહયો કે પોલીસ પ્રસાશન તથા ખાણ ખનીજ વિભાગ દ્વારા કયા મહત્વ પુણ્ય પગલાં ઓ ભરવામાં આવી રહ્યા છે કે પછી પૈસા ના દંમ પર ભીનું સુકેલાઈ જાશે

અહેવાલ બાય- ભાવેશ મહેશ્વરી
એટ ધીસ ટાઈમ ન્યુઝ મુન્દ્રા માંડવી રિપોર્ટર
મો. 9773232824


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon