સાબરકાંઠા……. *જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સાબરકાંઠા, હિંમતનગર દ્વારા પોક્સો જાગૃતિ અભિયાન સેમિનાર યોજાયો* ********************
જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા અદાલત, સાબરકાંઠા, હિંમતનગર દ્વારા બાળકોને જાતીય ગુના સામે રક્ષણ આપતો કાયદો (પોક્સો) અંગે જાગૃતિ લાવવાના ભાગરૂપે સેમિનાર હિંમતનગરની ગ્રોમોર કોલેજ કેમ્પસ, બેરણા ખાતે યોજાયો હતો.
આ સેમિનારમાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ મિસ એસ.વી.પીન્ટોના માર્ગદર્શન હેઠળ ફુલ ટાઇમ સેક્રેટરી અને સીનીયર જજ શ્રી પી.કે.ગઢવી, જીલ્લા સરકારી વકીલશ્રી એચ.વી.ત્રિવેદી, PLV નેહાબેન પટેલ દ્વારા બાળકોને તેમના રક્ષણ માટેનાં કાયદાઓની જાણકારી પુરી પાડી હતી. જેમાં બાળકોના કાયદાઓની જોગવાઈઓ પણ દર્શાવી હતી. પોક્સો જાગૃતિ અભિયાન સેમિનારમાં ગ્રોમોર કોલેજ પ્રિન્સીપાલ શ્રી ડૉ.ભરત સુથારનો સહયોગ રહ્યો હતો.
અત્રે નોંધનીય છે કે, ગુજરાત હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સંરક્ષક જસ્ટીસ અરવિંદકુમાર તથા કારોબારી અધ્યક્ષ ન્યાયમૂર્તિ સોનિયાબેન ગોકાણીનાં માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, યુનિસેફ તથા સૌહાર્દ સંસ્થા તરફથી પોક્સો સંદર્ભે સમગ્ર રાજ્યમાં તા.૨૬-૦૯-૨૦૨૨ થી ૨૦-૧૦-૨૦૨૨ સુધી જાગૃતિ અભિયાન ચલાવવાનું નક્કી થયું છે. જેના ભાગરૂપે હિંમતનગરમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
રિપોર્ટર. અલ્પેશ પટેલ. વડાલી
9409160651
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.