હાર્બર મરીન પોલીસે દરિયામાં ગેરકાયદેસર મચ્છીમારી કરતા ટંડેલ/ખલાસી/બોટ માલિક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી
રામેશ્વર નામની ફાયબર બોટમાં ટંડેલ ટોકનમાં દર્શાવેલ નામ સિવાયના અન્ય ખલાસીઓ સાથે કરતા હતા માછીમારી.
ગોસા(ઘેડ)તા.૧૯/૧૨/૨૦૨૪
હાર્બર મરીન પોલીસ સ્ટાફના માણસો સરકારી બોટમાં પોરબંદર
દરીયાઇ વિસ્તારમાં બોટ પેટ્રોલીંગ માં માછીમારી બોટ ચેક કરતા હતા. તે દરમ્યાન પોરબંદર જેટી સામે રમેશ્વર નામના ફાયબર બોટ-પીલાણામા માચ્છીમારો પાસે ટોકન માંગતા તેમાં જણાવેલ ટંડેલ રવિ ઉર્ફે ભૂત માધવજીભાઈ કોટીયા અને ખલાસી તરીકે દર્શાવેલ નામની એન્ટ્રી ના બદલે અન્ય બે ખલાસીઓ મળી આવતા તેમજ બોટનું અસલ કોલ લાયસન્સ પણ પાસે ન હોય હાર્બર મરીન પોલીસે ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ-૨૦૦૩ મુજબ ત્રણેય આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
મ્હે. કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક પી.એ.માલ તથા કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાનાઓ દ્રારા ગુજરાત રાજયના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં ફિશરિઝ એક્ટની જોગવાઈ ઓનો ભંગ કરતા ઈસમો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ડ્રાઇવ રાખવા સૂચન થઈ આવેલ હોય જે અનુસંધાને જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાનાઓએ સૂચના હેઠળ ગુજરાત રાજ્યના કોસ્ટલ વિસ્તારમાં ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમના કાયદાનો ભંગ કરી અનઅધિકૃત રીતે જેમ કે ટોકન વગર, રજીસ્ટ્રેશન વગર, ટોકન સમય મર્યાદા નો ભંગ તથા તથા ગેરકાયદેસર પદ્ધતિથી જેમ કે લાઈન ફિશિંગ, ધેરા ફિશિંગ, લાઈટ ફિશિંગ થી ગેરકાયદેસર રીતે માછીમારી કરતા ઈસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કોસ્ટલ એરિયામાં થતી ગેર કાયદેસર પ્રવૃતિ ને રોકવા તેમજ હોસ્ટેલ સિક્યુરિટી સબબ સરકારી બોટ દ્વારા સખત દરિયાઈ પેટ્રોલિંગ કરી બોટો ચેકિંગ કરવા
તા.૧૨/૧૨/૨૦૨૪ થી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધી પોરબંદર જીલ્લાના દરીયાઇ/દરીયાકાંઠા વિસ્તારમાં ફીશીરીઝ એકટ હેઠળ ગુન્હા નોંધવા તેમજ સખત અને અસરકારક બોટ ચેકીંગ કરવા ઝુંબેશ રાખવામાં આવેલ જે ડ્રાઈવ સબબ પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા નાઓના માર્ગદર્શન હેઠળ સદર ઝુંબેશ સબબ તા.૧૮/૧૨/૨૦૨૪ ના રોજ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.સાળુંકે તથા પોલીસ સ્ટાફના માણસો બોટ મારફતે દરિયાઈ પેટ્રોલીંગ હતા. તે દરમ્યાન હાર્બર મરીન પોલીસ સ્ટેશનથી દક્ષિણે એક નોટીકલ માઈલ દૂર પોરબંદર જેટી સામે દરિયામાં ફાયબર બોટ-પીલાણા (OBM)માં ટંડેલે રવિ ઉર્ફે ભૂત માધવજીભાઈ કોટીયા ઉ.વ.૩૪ ધંધો-માછીમારી રહે. ભાટિયા બજાર, કેશવ સ્કૂલ ની સામે પોરબંદરવાળાએ પોતાના કબ્જા હવાલવાળી રામેશ્વર નામની એક ફાયબર બોટ-પીલાણા(OBM)માં ટોકનમાં દર્શાવેલ નામ માં ખલાસી તરીકે શાંતી લખમ ડાલકી તથા બોટ માલીકની વિગતમાં કૈલાશ રમેશ જુંગી નામની એન્ટ્રી થયેલ હોય પરંતુ સદર ફાયબર બોટ-પીલાણા ટોકન માં જણાવેલ ટંડેલ રવિ ઉર્ફે ભૂત માધવજીભાઈ કોટીયાએ ટોકનમાં દર્શાવેલ ખલાસીના બદલે સાથે રહેલ અન્ય બે વ્યક્તિઓ જેમાં વિનેશ ઉર્ફે રોય રણછોડભાઈ ભદ્રેચા ઉ. વ.૩૦, ધંધો-માછીમાર, રહે, હોળી ચકલો ખારવાવાડ પોરબંદર તથા ગૌતમ રાજેશભાઈ ગોહેલ ઉ.વ.૨૨ રહે બોખીરા મહેર સમાજ પાસે પોરબંદર વાળા માછીમારી કરતા હોય તેમજ અસલ કોલ લાયસન્સ વગર તેમજ નહીં પકડાયેલ આરોપી બોટ માલિક કૈલાશ રમેશભાઈ જુંગી રહે બિરલા કોલોની ડી-ગે ઈટ ક્વાર્ટર નં. ડી-૮૭ પોરબંદર વાળાની ફાઈબર બોટ-પીલાણામાં ગેર કાયદેસર રીતે દરીયામાં ફિશિંગ કરતા બોટના ટંડેલ તથા ખલાસી અને બોટના માલિક વિરૂધ્ધ ગુજરાત મત્સ્યોધોગ (સુધારા) વટહુકમ-૨૦૦૩ મુજબ નિયમનો ભંગ કરી મળી આવતા તેમની સામે મત્સ્યોધોગ અધિનિયમ- ૨૦૦૩ના કાયદાની કલમ-૨૧ (૧) (ચ)મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી પ્રશંશનીય કામગીરી કરેલ છે
આ કામગીરીમાં રોકાયેલ અધિકારી/કર્મચારીઓમાં પો.ઇન્સ.એસ.ડી.સાળુંકે, પો.સ.ઇ. એન.કે.વાઘેલા, એ.એસ.આઇ. રાકેશ ફતેસીંગ ચૌધરી તથા એ.એસ.આઇ. ભરતકુમાર ડાયાભાઇ વાઘેલા તથા પો.હેડ કોન્સ. રાહુલ પુંજાભાઇ ધારેચા તથા પો.કોન્સ. કરશન કાનાભાઇ ઓડેદરા તથા પો.કોન્સ. દિનેશ વિરમભાઇ બંધીયા રોકાયેલ હતા.
રિપોર્ટર:-વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
