રાજકોટ શહેર સર્વોદય સ્કૂલના વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોની જાણકારી અપાઈ.
રાજકોટ શહેર તા.૨૦/૧/૨૦૨૫ ના રોજ બાળકો આવતી કાલના જવાબદાર નાગરીકો છે, આથી બાળકોમાં સામાજિક જવાબદારી વિકસાવવાના ભાગરૂપે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. તેને અનુસંધાને જવાબદાર નાગરીકોમાં ટ્રાફિક સેન્સ અત્યારથી જ વીકસે તે માટે ટ્રાફિક શાખા દ્વારા રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં ૮૦ ફુટના રોડ ઉપર આવેલ સર્વોદય સ્કૂલ ખાતે ધોરણ ૧૧ અને ૧૨ ના આશરે ૬૦ જેટલા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોની સમજુતી આપવામાં આવી હતી. ટ્રાફિકના નિયમોનું પાલન કેવી રીતે સરળતાથી કરી શકાય તથા આપણા પરિવારની સુરક્ષા માટે ટ્રાફિકના નિયમો કેટલા ઉપયોગી છે તે અંગે માહિતી આપવામાં આવી હતી.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
